હવામાં ઉછાળી ઉછાળીને દહીં વડા વેચે છે આ કાકા, વીડિયોએ ઇન્ટરનેટ ઉપર મચાવી દીધી ધૂમ, જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો

સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગરનો રાફડો ફાટ્યો છે. હાલમાં સ્ટ્રીટ ફૂડ સાથે જોડાયેલા ઘણા વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં જોવા મળી રહ્યા છે. ફૂડ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા જોવામાં આવે છે અને પસંદ પણ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનોખી રીતે દહીંવડા બનાવવાની રીત સૌને ચોંકાવી રહી છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો દહીંવડાની દુકાનનો છે, જેમાં દુકાનદાર વડા પર દહીં નાખ્યા બાદ પ્લેટ હવામાં ઉછાળતો જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયો અનોખી રીતે દહીં વડા બનાવવા વિશે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સૌથી પહેલા એક દુકાનદાર વડા પર દહીં નાખ્યા બાદ થાળીને હવામાં ઉછાળીને તેને પકડતો જોવા મળે છે.

આ પછી, તે તેના પર થોડી ચટણી રેડે છે અને ફરી એકવાર તેને હવામાં ઉછાળીને પ્લેટ પકડે છે. અંતે, તેણે તેના પર મસાલા અને મીઠું છાંટ્યું.  જેના બાદ આ પ્લેટ ગ્રાહકને સર્વ કરી. દહીંવડા વેંચતા આ દુકાનદારની આ અનોખી સ્ટાઇલ જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા છે, કાકાનો આ ટેલેન્ટ લોકોના દિલ જીતી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Our Collection (@ourcollecti0n)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘ourcollecti0n’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દહીં વડા બનાવવાની રીત સૌનું ધ્યાન ખેંચી રહી છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેને કોઈ ગ્રાહકે શૂટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત આ વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Niraj Patel