જીવનશૈલી

દેશના આ શહેરમાં ખુલ્યું છે FlyDining રેસ્ટોરન્ટ, કોની સાથે જવાનું પસંદ કરશો? જબરદસ્ત છે જુઓ તસવીરો

સામાન્ય રીતે આપણે વીકએન્ડ હોય કે પછી કોઈ પ્રસંગ હોય ડિનર માટે હોટેલમાં જતા હોય છે. ત્યારે હોટેલમાં આપણે કાઠિયાવાડી ટાઈપની હોય કે પછી ગામડા ટાઇપની હોય કે પીછો જમવાનું પીરસવા માટે રોબોટ આવે કે પછી ટ્રેન આવે છે.

Image Source

પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે હવામાં બેસીને જમવાનો આનંદ ઉઠાવવાનો ? આ ટાઈપની હોટેલ તો વધુ પડતી વિદેશમાં જ જોવા મળતી હોય છે. પરંતુ આ હોટેલ આપણા ભારતમાં નોયડામાં આવેલી છે. તો રાહ શેની જુઓ છો ઉઠાવો આનંદ.

Image Source

બેંગ્લોર બાદ નોઇડાના સેક્ટર 38-Aમાંગાર્ડન કેમ્પસમાં FlyDining રેસ્ટોરન્ટની શરૂઆત થઇ છે. દિલ્લી એનસીઆર દ્વારા આ પહેલી રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં લોકોને 160 ફિટ ઉપર ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટમાં ભોજન કરવું એક સપના જેવું છે. આ રેસ્ટોરન્ટ જોવામાં ખુબ જ સુંદર છે.

Image Source

હવામાં તરતી આ રેસ્ટોરન્ટનો આનંદ નોઈડાવાસીઓ થાવે છે, સાથે જ નોઇડાનો નજારો 160 ફૂટથી રોમાંન્ચ ભર્યો લાગે છે. નોઈડા સેક્ટર 38Aના ગાર્ડનમાં 24 સીટનું આ FlyDining રેસ્ટોરન્ટ આવેલું છે. જે લોકોને 160 ફૂટ ઊંચે ક્રેનના સહારે ડિનર માટે ઉપર લઇ જાય છે.

Image Source

FlyDining રેસ્ટોરન્ટની ખાસ વિશેષતા એ છે કે, 24 સીટના ડાઇનિંગ ટેબલ પુરી રીતે હવામાં જ રહે છે. આ ટેબલ પર લોકોને મોકટેલન સાથે-સાથે ભોજન પણ પીરસવામાં આવે છે. સાથે જ વાગી રહેલું સંગીત ચાર ચાંદ લગાવે છે. આ સંગીતની સાથે એક ફોટોગ્રાફરની પણ વ્યવસ્થા છે, જે તમારા આ રોમાચંક પળને કેમેરામાં કંડારે છે. FlyDining રેસ્ટોરન્ટમાં જમવાનો ભાવ 2999થી ચાલુ થાય છે. તો હવે દિલ્લી જવાનું થાય છે ત્યારે આ રેસ્ટોરન્ટનો આનંદ અચૂક ઉઠાવો.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks