આવો કરોડપતિ ચોર નહિ જોયો હોય, જે લાખોની લક્ઝુરિયસ ગાડી લઈને રોડ પર મુકેલા ફૂલ છોડ ચોરવા આવ્યો હોય… જુઓ વાયરલ થયો વીડિયો

પોલીસે ઝડપી પાડ્યો લાખો રૂપિયાની ગાડી લઈને ફૂલ છોડ ચોરનારા ચોરને… પ્રખ્યાત યુટ્યુબર પર પણ લોકોએ લગાવ્યા ગંભીર આરોપ… જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશભરમાં ચોરીની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલીક ઘટનાઓ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જાય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક ચોરીની એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમારા પણ હોંશ ઉડી જશે.

તમે ચોરીની ઘણી ઘટનાઓમાં ચોરી કરવા માટે લોકોને અલગ અલગ જુગાડ અપનાવતા જોયા હશે. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેમાં એક કરોડપતિ ચોર જોવા મળી રહ્યો છે. જે 40 લાખ રૂપિયાની કાર લઈને એવી વસ્તુની ચોરી કરી રહ્યો છે જેની કોઈએ કપલના પણ ક્યારેય ના કરી હોય. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે અને તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ગુરુગ્રામમાં G-20 બેઠકની તૈયારીઓને લઈને શહેરને સજાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર ફૂલો અને છોડ રોપીને મહેમાનોના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેઓ 40 લાખ રૂપિયાની કારમાં આ છોડની ચોરી કરતા જોવા મળે છે. ત્યારે હરિયાણા પોલીસે મનમોહન યાદવ નામના એક વ્યક્તિને ફૂલના કુંડા ચોરવા બદલ ધરપકડ કરી છે.

તો બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પર લોકપ્રિય યુટ્યુબર એલ્વિશ યાદવને નિશાન બનાવી રહ્યા છે. લોકો ફોટો અને વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે જે કારમાંથી છોડ ચોરાયા હતા તે એલ્વિશ યાદવની છે અથવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો છોડવા ચોરીને કારમાં રાખતા જોઈ શકાય છે.

Niraj Patel