ફ્લોરા સૈની સિનેમા જગતનું ચર્ચિત નામ છે. ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં નજર આવી ચુકેલી ફ્લોરા સૈનીને તેને સાચી ઓળખ એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’થી મળી હતી. ફ્લોરા સૈની ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં બનેલી રહેતી હોય છે પરંતુ અભિનેત્રીએ તેની ટોપલે તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.
ફ્લોરાએ તેની ટોપલે તસવીર શેર કરીને કહ્યું હતું કે તે સ્કૂલ ટાઈમમાં ખુબ ફેટી હતી. મારામાં જરાય કોન્ફિડન્સ હતો નહિ પરંતુ ગમે તેમ કરીને અભિનેત્રી બની ગઈ. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે તેણે તેની અત્યાર સુધીના અભિનયની કારકિર્દીમાં હંમેશા વધેલા વજનના કારણે ખુબ સ્ટ્રગલ કરેલું છે. તેણે કહ્યુ હું પણ બીજી અભિનેત્રીની જેમ સુંદર અને પતલી દેખાવા માંગુ છું.
ફ્લોરાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે સાઉથમાં મારી કારકિર્દીના સમયે મને 10-12 વર્ષ સુધી કોઈ એન્ડોર્સમેન્ટ મળ્યું હતું નહિ કેમ કે લોકોને લાગતું હતું કે કોઈ પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે હું વધારે ફેટી છું. ફ્લોરાએ આગળ કહ્યું કે મને કહેવામાં આવતું હતું કે તમારે થોડું વજન ઓછું કરવું જોઈએ. અભિનયની કારકિર્દીની શરૂઆતમાં મારા વજનના કારણે મને બુલી કહેતા હતા.
એક લેડી કોરિયોગ્રાફરે સેટ પર રહેલા બધા લોકોની સામે મારી પર બોડી શેમ કર્યું હતું. ફ્લોરાએ તેના વધેલા વજનનું કારણ બતાવતા કહ્યું કે તેને PCOS (પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) સામે ઝઝૂમી રહી છે. આ બીમારી તમને વજન ઓછું નથી કરવા દેતી પછી ભલે તમે ભૂખ્યા રહો કે જીમ કરી લો પરંતુ તમારા વજનને ઓછું નથી થવા દેતા.
View this post on Instagram
ફ્લોરાએ આગળ કહ્યું કે તમને એવું લાગતું હોય છે કે તમે પરફેક્ટ નથી તેના કારણે જ હું ભૂખી રહેતી હતી. દરેક ટાઈમ હું ઉદાસ રહેતી હતી જેના લીધે મારા શરીર સાથે મગજ પર પણ ખરાબ અસર થઇ હતી. ફ્લોરાએ ખુબ મેહનત કરીને બોડી ટ્રાન્સફોર્મેશન કરી છે. તેનું કહેવું છે કે જયારે તમે ખુદને પ્રેમ કરવા લાગો છો તો બધી વસ્તુ સાચી જ હોય છે અને તમે તેને કંટ્રોલ કરી શકો છો.