થોડા સમય પહેલા બોલીવુડમાં નેપોટિઝ્મ મુદ્દે ઘણી ચર્ચાઓ ચાલી હતી, જેમાં સ્ટારકિડ્સને જ કામ મળવાને લઈને ઘણા લોકોએ વિરોધો પણ કર્યા હતા. બોલીવુડમાં આપણે જોયું છે કે મોટા અભિનેતાઓના સંતાનો જ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધતા જોવા મળે છે. તેમને સફળતા માટે મહેનત પણ નથી કરવી પડતી. પરંતુ બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેઓ પોતે તો સુપરસ્ટાર બની ગયા પરંતુ તેમની દીકરીઓ બોલીવુડમાં ફ્લોપ રહી. ચાલો જોઈએ એવી અભિનેત્રીઓની દીકરીઓ…

1. તનૂજાની દીકરી તનિષા:
આ પેકેજમાં સૌથી પહેલા વાત કરીએ તો 70ના દશકની સૌથી સફળ અભિનેત્રી તનુજાની દીકરી તનિષા વિશે. તનુજા પોતાના સમયમાં ખુબ જ સફળ અને સૌથી સુંદર હતી. પરંતુ તેમની નાની દીકરી તનિષા ફિલ્મોમાં ધાર્યો પ્રભાવ પાડી ના શકી. તો તેની મોટી દીકરી કાજોલ બોલીવુડમાં ખુબ જ સફળ રહી.

2. માલા સિંહાની દીકરી પ્રતિભા:
80ના દશકની પ્રખ્યાત અભિનેત્રી માલા સિંહાની દીકરી પ્રતિભાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1992માં કરી હતી. પરંતુ તે ફિલ્મોમાં કઈ ખાસ કમાલ બતાવી ના શકી. ત્યારબાદ તેને વર્ષ 2000માં ફિલ્મી કેરિયરને અલવિદા કહી દીધું. જેનું દુઃખ તેની મા માલા સિંહાને હંમેશા રહ્યું.

3. હેમા માલિનીની દીકરી ઈશા દેઓલ:
બોલીવુડમાં ડ્રિમ ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી હેમા માલિનીની સફળતા વિશે તો સૌ કોઈ જાણે છે. પરંતુ તેની દીકરી ઈશા દેઓલનો સિક્કો બોલીવુડમાં કઈ ખાસ નથી ચાલી શક્યો. ઈશાના ખાતામાં સફળ ફિલ્મોનું લિસ્ટ ના બરાબર જ છે.

4. મુનમુન સેનની દીકરી રિયા સેન:
મુનમુન સેન બંગાળી અને હિન્દી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતી હતી. તેની દીકરી રિયા સેને પણ પોતાની બોલ્ડ ઇમેજ બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ફિલ્મોમાં વધારે ટકી ના શકી.

5. સલમા આગાની દીકરી સાશા આગા:
નિકાહ ફિલ્મ દ્વારા સૌથી વધુ લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી સલમા આગાની દીકરી સાશા આગાનું હિન્દી ફિલ્મ “ઔરંગજેબ” દ્વારા ધમાકેદાર ડેબ્યુ થયું, પરંતુ ત્યારબાદ તેનું નામ ક્યારેય સાંભળવા મળ્યું નહીં.