મનોરંજન

બોલીવુડની આ 9 ફ્લોપ એક્ટ્રેસોએ કર્યા છે બિઝનેસમેન સાથે લગ્ન, જાણો સમગ્ર વિગત

3 નંબરનો પતિ છે લાખો કરોડોનો માલિક, પણ અત્યારે દેવાળું ફૂંકી દીધું

આજે ઘણા લોકો બોલીવુડમાં કરવા અને નામ કમાવવા માંગતા હોય છે. ઘણા લોકો તેમાં સફળ થાય છે તો ઘણા લોકો તેમાં અસફળ થાય છે. કોઈ એક્ટ્રેસ ગમે તેટલી સફળ કેમ ના હોય પરંતુ લગ્ન બાદ તેના કરિયર પર અસર પડે જ છે. ઘણી બૉલીવુડ એક્ટ્રેસએ એવા જીવનસાથીની પસંદગી કરી છે કે  તેને ભવિષ્યમાં પૈસા લઈને કોઈ તકલીફ ના રહે. હિટથી લઈને ફ્લોપ એક્ટ્રેસએ જીવન સાથી તરીકે પૈસાદાર બિઝનેસમેન પર પસંદગી ઉતારી છે. તેથી તે લકઝરી લાઈફ જીવી શકે. આ એક્ટ્રેસનું બોલીવુડમાં કરિયર ના ચાલ્યું તો તેને કોઈ ફર્ક નથી પડતો કારણકે તેના પતિ બહુ જ અમીર છે.

આવો જાણીએ આ લિસ્ટમાં કોણ-કોણ શામેલ છે.

1.કિમ શર્મા

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

‘મોહબ્બતે’ નામની ફિલ્મની ખુબસુરત અને શ્યામ સુંદરતા એક્ટ્રેસ કિમ શર્માએ એ કાર્લોસ નામના એક સુંદર સ્પેનિશ યુવકને ડેટ કર્યું હતું.  અચાનક જ કિમ શર્માએ કેન્યાના ઉદ્યોગપતિ અલી પુંજાની સાથે લગ્ન કરી લીધા હતા. કિમ શર્માએ ઘણી ફિલ્મમાં કામ કર્યું હોવા છતાં પણ સફળ થઇ શકી નહીં. હાલ તો કિમ અને અલી અલગ રહે છે.

2. શિલ્પા શેટ્ટી

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

પરફેક્ટ ફિગર તરીકે જાણીતી શિલ્પાની કમરના કારણે ઘણા લોકોના દિલ તૂટ્યા છે. શિલ્પાએ 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કરતા ઘણા લોકોના દિલ તૂટી ગયા હતા. રાજ કુંદ્રાને રિયલ એસ્ટેટથી લઈને માઇનિંગ સુધી મોટો કારોબાર છે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી કુંદ્રા રાજ કુંદ્રાની બીજી પત્ની છે.

3. ટીના મુનીમ

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

ટીના મુનિમ એક સમયે સંજય દત્તની ગર્લફ્રેન્ડ હોવાના કારણે ઓળખવામાં આવતી હતી. પરંતુ આજે તે ટીના અંબાણી તરીકે જાણીતી છે. ટીના એક સમયે બોલિવૂડની મશહૂર એક્ટ્રેસ રહી ચુકી છે. ટીનાએ લોસ એન્જલસથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોલેજમાં ડિપ્લોમા કર્યું હતું. હવે ટીના રિલાયન્સ ગ્રુપની સોશિયલ એક્ટિવિટીને આગળ વધારવાનું કામ કરી રહી છે. ટીના તેમના નેતૃત્વ હેઠળ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ અને સિલ્વર ફાઉન્ડેશન ચલાવે છે. લગ્ન પહેલા ટીના બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ હતી. લગ્ન પછી તેણે બોલિવૂડ જગતને અલવિદા કહી દીધું હતું.

4. આયેશા ટાકિયા

 

View this post on Instagram

 

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) on

આયેશાએ 2004 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટારઝન : ધ વંડર કાર’ થી બોલિવૂડમાં કરિયર શરૂ કરી હતી. આયેશાએ તેની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ ‘વોન્ટેડ’ સિવાય તેની લગભગ તમામ ફિલ્મો ફ્લોપ ગઈ હતી. આયેશા છેલ્લે સલમાનની ફિલ્મ ‘વોન્ટેડ’માં જોવા મળી હતી. આયેશાએ 2009 માં તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. આયેશાના સસરા એક નેતા છે. આયેશાની ખુદની ઘણી હોટેલ છે. આયેશાનો પતિ રાજકારણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આયેશાના પરિવારની કમાણી 10 મિલિયન ડોલર છે.

5.અમૃતા અરોરા

 

View this post on Instagram

 

A post shared by Amrita Arora (@amuaroraofficial) on

વર્ષ 2002માં ફિલ્મ ‘કિતને દૂર કિતને પાસ’ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અમૃતા અરોરાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઘણી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં અમૃતા અરોરાની કરિયર ખરાબ રહી હતી. ત્યારબાદ તેણે 2009માં બિઝનેસમેન શકીલ લડક સાથે લગ્ન કર્યા હતા. શકીલ રેડસ્ટોન ગ્રુપ નામના કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક છે. અમૃતા અરોરાના પતિ પાસે 12 મિલિયન ડોલર એટલે કે, 91 કરોડની સંપત્તિ છે.

6.ગાયત્રી જોશી

 

View this post on Instagram

 

A post shared by Bollywood Byte (@bollywood_byte) on

ગાયત્રી જોશી એક મોડેલમાંથી એક્ટ્રેસ બની છે. ગાયત્રીએ ‘સ્વદેશ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ગાયત્રીની આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. તેણે રીયલ એસ્ટેટ દિગ્ગજ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા હતા. વિકાસ સાથે લગ્ન કર્યા બાદ ગાયત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી હતી. હવે ગાયત્રી 2 દીકરીઓની માતા છે.

7.ઈશા દેઓલ

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on

એક્ટર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લાડલી ઇશા દેઓલએ ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ઈશાની એક્ટિંગ માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી. ઈશાએ LOC કારગિલ, યુવા, ધૂમ, ઇન્સાન, કાલ, દસ, નો એન્ટ્રી, શાદી નંબર 1 અને કેશ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. આટલી ફિલ્મમાં કામ કરવા છતાં પણ ઈશા બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી શકી ના હતી. ઇશાએ 2012માં હીરાના વેપારી ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા ઈશા ઘણા વર્ષો સુધી તેની સાથે રિલેશનશિપમાં રહી હતી.

8.સેલિના જેટલી

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

સેલિના મિસ ઈન્ડિયા પણ રહી ચૂકી છે. તો મિસ યુનિવર્સમાં સેલિના જેટલી રનર અપ રહી હતી. આ સુંદર એક્ટ્રેસ પણ ફિલ્મોમાં કંઇક ખાસ કમાલ કરી શકી ન હતી. આ બાદ સેલિનાએ ફિલ્મો છોડી ઉદ્યોગપતિ પીટર હાગ સાથે લગ્ન કરી લીધા હતા. પીટર હાગ ઓસ્ટ્રેલિયાના ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. પીટર ઘણી હોટલોનો માલિક  છે. પીટરની દુબઇ અને સિંગાપોરમાં હોટલ છે.

9.સંદલી સિંહા

સંદલી સિંહા ભારતીય બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ તરીકે જાણીતી છે. ‘તુમ બિન’ માં સંદલીની ઍક્ટિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સંદલી ફક્ત 4 થી 5 ફિલ્મોમાં જ જોવા મળી છે. સંદલીએ નવેમ્બર 2005માં કિરણ સાલસ્કાર નામના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા હતા. કિરણ સાલસ્કર ઇમ્પ્રેસારિયો એન્ટરટેનેમેન્ટ અને હોસ્પિટાલિટીના પ્રમોટર ડિરેક્ટર છે, જે મોચા, સોલ્ટવોટર ગ્રીલ, સોલ્ટવોટર કાફે, સ્મોક વોટર ડિલી, ટેસ્ટિંગ રૂમ, સ્ટોન વોટર ગ્રીલ જેવી બ્રાન્ડના  રેસ્ટોરન્ટના માલિક છે.