આજના સમયમાં બોલિવૂડમાં કામ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે, ત્યાં વળી કોઈ મોટા બેનર હેઠળ કામ મળવું તો કેટલું અઘરું થઇ જાય. પણ છતાંય કેટલાક લોકો એવા છે કે જેમને આ બંને જ મળી જાય અને છતાંય સફળ ન થાય અને મજબૂરીમાં મેદાન છોડીને જતા રહે. આવી જ એક અભિનેત્રી છે અંતરા માલી, જેને રામગોપાલ વર્માના બેનર હેઠળ ઘણી ફિલ્મો કરી પણ સફળતા ન મળી અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી.

ફિલ્મ ‘મૈં માધુરી દીક્ષિત બંને ચાહતી હૂં’થી પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી અંતરા માલી આજકાલ ક્યાં છે અને શું કરે છે એ જાણીને તમે પણ ચોંકી જશો. અંતરા માલી એ અભિનેત્રીઓમાં ગણાય છે કે જેને ફિલ્મો તો મળી પણ તેની એકપણ ફિલ્મ હિટ ન ગઈ. અંતરા પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેલુગુ ફિલ્મોમાં કામ કરતી હતી, થોડા સમય પછી તેને બોલિવૂડમાં એન્ટ્રી કરી પણ સફળ ના થઇ.

પ્રસિદ્ધ ફોટોગ્રાફર જગદીશ માલીની દીકરી અને અભિનેત્રી અંતરા માલીની ફિલ્મી કારકિર્દી ખૂબ મોટી નથી રહી, તેને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને આ બધી જ ફિલ્મો ફ્લોપ રહી. તેની ફિલ્મો ભલે ફ્લોપ રહી, પણ તેને રામગોપાલ વર્માની ઘણી ફિલ્મોથી ખૂબ જ નામ કમાવ્યુ. ફિલ્મોમાં અંતરા માલીને અને તેમના અભિનયને નોટિસ કરવામાં આવી, પણ અત્યારે તે ફિલ્મોની ચમકદમકથી દૂર છે.

અંતરા માલીના પિતા જગદીશ માલી ખૂબ પ્રખ્યાત ફોટોગ્રાફર હતા. તેની માતા પણ થિયેટર આર્ટિસ્ટ હતી. શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા અંતરાને ગુજરાતથી મુંબઇ લઈ આવી. અંતરાએ વર્ષ 1998માં ફિલ્મ ‘ઢૂંઢતે રહે જાઓગે’ થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. માધુરીની જેમ અભિનય કરવા માંગતી અંતરા પણ એક ડાન્સર છે જેમણે ‘નાચ’ જેવી ફિલ્મમાં પોતાનો ડાન્સનું ભરપૂર પ્રદર્શન કર્યું હતું.

તે લાંબા સમય સુધી રામ ગોપાલ વર્માની કંપનીમાં હતી. રામુ સાથેના તેના અફેરની વાતો પણ ઘણી ચાલી હતી. અંતરા માલીએ રામ ગોપાલ વર્મા સાથે 1999માં પ્રથમ ફિલ્મ પ્રેમકથા કરી હતી જે ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી. તે જ વર્ષે, તેણે ફિલ્મ મસ્ત માં એક નાનકડી ભૂમિકા પણ કરી, પરંતુ તે ખૂબ સફળ સાબિત થઈ નહીં. વર્ષ 2002માં, ફિલ્મ કંપનીમાં તેમની જબરદસ્ત ભૂમિકાની દરેક વ્યક્તિએ પ્રશંસા કરી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું નામાંકન પણ મળ્યું હતું.

આ પછી અંતરા માલીએ રોડ (2002), છૂટકી (2003), મેં માધુરી દીક્ષિત બનાના ચાહતી હૂં (2003), નાચ (2004), ગાયબ (2004), મિસ્ટર યા મિસિસ (2005) જેવી ફિલ્મો કરી હતી. આ બધી ફિલ્મોની વિશેષતા એ રહી કે તે બધી ફ્લોપ સાબિત થઈ. અંતે રામ ગોપાલ વર્માએ અંતરાને છોડી દીધી.

1998માં કારકિર્દીની શરૂઆત કરનાર અંતરા માલીએ 2005માં ફિલ્મો કરવાનું છોડી દીધું હતું. 2010માં, તે પાછી ફરી પણ સફળ ન થઇ. અંતરા માલી 2010માં તેની છેલ્લી ફિલ્મ એન્ડ વન્સ અગેઇનમાં જોવા મળી હતી. જ્યારે અંતરા માલીને ફિલ્મોમાં સફળતા ન મળી ત્યારે તેણે 2009માં જર્નાલિસ્ટ ‘જીક્યુ ઈન્ડિયા’ના સંપાદક ચે કુરિયન સાથે લગ્ન કરી લીધા.

અંતરા માલીની ફિલ્મની સફર ભલે કંઇ ખાસ ન રહી હોય પણ તેની છેલ્લી ફિલ્મમાં તેનું ડેડિકેશન જોઈને બધા દંગ રહી ગયા હતા. વર્ષ 2010માં બહાર આવેલી આ ફિલ્મનું નામ ‘એન્ડ વન્સ અગેન’ હતું અને આ ફિલ્મ સિક્કિમના સાધુ પર આધારિત હતી. અંતરા માલીએ આ ફિલ્મ માટે અસલમાં તેનું માથું મૂંડાવ્યું હતું.

ઘણી વાર બોલિવૂડમાં કામ મળ્યા પછી પણ સફળતા મેળવવી મુશ્કેલ હોય છે. દરેક વ્યક્તિ આ ક્ષેત્રમાં સફળ થઈ શકતું નથી, પરંતુ નામ બનાવવું પણ ખૂબ મુશ્કેલ કાર્ય છે. અંતરા માલીને ભલે સફળતા મળી ન હોત, પરંતુ તેને બોલીવુડમાં ચોક્કસપણે ઓળખ મળી છે.

અંતરા માલીના પિતા જગદીશ એક વખત અંધારી ગલીઓમાં ભટકતા જોવા મળ્યા હતા. ‘બિગ બોસ’માં ભાગ લેનાર મિંક બ્રારે તેને ભીખારી સમજીને ધાબળો આપવા માંગ્યો હતો, પરંતુ તેને બરાબર જોયા પછી, તેને ઓળખ્યા અને આશ્ચર્ય થયું હતું. આ પછી તેણે સલમાન ખાનને જગદીશ માલીની હાલત વિશે જણાવ્યું હતું. સલમાન ખાને જગદીશ માલીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

જગદીશ માલીની હાલત અંગે અંતરા માલીએ જણાવ્યું હતું કે તેના પિતાને દારૂની આદત છે. જ્યારે તેઓ દવા લેવાનું ભૂલી જાય છે, ત્યારે તેઓ ઘરની બહાર નીકળી જાય છે. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી.

અંતરા માલી અત્યારે બે બાળકોની માતા છે અને પોતાના અંગત જીવનને જાહેરમાં લાવવું તેને પસંદ નથી. ભલે તે બોલિવૂડમાં સફળ ન થઇ પણ તેને પોતાના અભિનયથી ચાહકોના દિલમાં એક ચોક્કસ સ્થાન જરૂર મેળવ્યું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.