આજે સેંકડો લોકો બોલીવુડમાં તેનું નસીબ અજમાવવા માટે આવે છે. પરંતુ બહુ ઓછા લોકો તેમાં સફળ થાય છે. જે લોકો સફળ થાય છે તે લોકોએ પણ તેની કરિયર ટકાવી રાખવા માટે તનતોડ મહેનત કરવી પડે છે. ઘણા યુવક-યુવતીઓએ એક કે 2 ફિલ્મો આપીને સુપરહિટ એક્ટ્રેસ કે એક્ટર બની જાય છે પરંતુ તે આગળ જતા બોલીવુડમાંથી દૂર થઇ જાય છે. આજે બોલીવુડમાં ઘણા એવા ડાયરેક્ટર છે જે પહેલા એક્ટર કે એક્ટ્ર્રેસ બનવાનું સપનું લઈને જ આવ્યા હતા. એક્ટર કે એક્ટ્રેસ તરીકે સફળ ના થતા તે ડાયરેક્ટર થઇ ગયા હતા.
આવો જાણીએ જે લોકો એક્ટર- એક્ટ્રેસમાંથી ડાયરેક્ટર થયા છે.
અભિષેક કપૂર
View this post on Instagram
અભિષેક કપૂરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1996માં આવેલી ફિલ્મ ‘ ઉફ એ મહોબ્બતથી કરી હતી. આ બાદ તેને ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. પરંતુ તે એકટર તરીકે લાંબુ ટકી શક્યા ના હતા. આ બાદ તેને ડાયરેકશનમાં હાથ અજમાવ્યો હતો. ફિતૂર અને રોક ઓન જેવી ફિલ્મનું ડાયરેક્શન અભિષેક કપૂરે જ કર્યું હતું. આજે અભિષેક કપુર ફિલ્મનું ડાયરેક્શન કરીને લાખોની કમાણી કરી લે છે.
અરબાઝ ખાન
View this post on Instagram
ભાઈજાન એટલે કે સલમાન ખાન આજે બોલીવુડમાં એક સફળ એકટર છે પરંતુ તેનો નેનો ભાઈ એટલે કે અરબાઝ ખાન ની એક્ટિંગ બોલીવુડમાં ખાસ કંઈ ઉખાડી શકી ના હતી. અરબાઝ ખાનની એક્ટિંગ સફળ રહી ના હતી. અરબાઝ ખાનને લાગ્યું કે તે એક્ટિંગમાં ખાસ કંઈ નહિ ઉખાડી નહીં શકે ત્યારે તેને એક્ટિંગને અલવિદા કહીને ડાયરેક્શન પર ધ્યાન આપ્યું હતું. અરબાઝ ખાને દબંગ અને દબંગ-2નું ડાયરેક્શન કર્યું હતું. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હાલમાંજ રિલીઝ થયેલી સલમાન ખાન સ્ટાર ફિલ્મ ‘ દબંગ-3ને અરબાઝ ખાને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ ચુકી છે. અરબાઝ ખાન શ્રીદેવી બંગ્લોમાં જોવા મળશે.
રાકેશ રોશન
રાકેશ રોશને તેના કરિયરની શરૂઆત 1967માં શરૂ કરી હતી. 1970માં આવેલ ફિલ્મ ‘ઘર-ઘર કી કહાની’ થી તેને પ્રસિદ્ધિ મળી હતી. રાકેશ રોશને 1970-80ના દાયકામાં ઘણી બધી સુપરહિટ ફિલ્મ આપી હતી જેમાં ખટ્ટા મીઠા, ખેલ-ખેલ મે, ખુબસુરત જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રાકેશ રોશનની ઉંમર વધવાની સાથે એક્ટિંગમાં તેનું કરિયર ખતમ થઇ ગયું હતું. આ બાદ તેને ડાયરેક્ટર તરીકે હાથ અજમાવ્યો હતો. રાકેશ રોશને 1987માં ‘ખુદ ગર્જ ‘ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે હાથ અજમાવ્યો હતો. આ બાદ રાકેશ રોશને કરણ અર્જુન, ખૂન ભરી માંગ, કહોના પ્યાર હૈ અને કૃષ્ણ જેવી સુપરહિટ ફિલ્મો ડાયરેક્ટર કરી છે.
પૂજા ભટ્ટ
View this post on Instagram
મહેશ ભટ્ટની દીકરી અનેઆલિયા ભટ્ટની બહેન પૂજા ભટ્ટે પણ તેની કરિયરની શરૂઆત એક્ટિંગથી કરી હતી. પૂજા ભટ્ટે એક એક્ટ્રેસ તરીકે ‘સડક’ અને ‘દિલ હૈ કી માનતા નહીં’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. પરંતુ તે બોલીવુડમાં એક સફળ એક્ટ્રેસ તરીકે વધુ સમય સુધી ટકી શકીના હતી. આ બાદ પૂજા ભટ્ટે 2004માં ‘ પાપ’ ફિલ્મથી ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું. આ બાદ પૂજા ભટ્ટે હોલીડે, જીસ્મ-2 અને કાર્બેટ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી.
જુગલ હંસરાજ
View this post on Instagram
જુગલ હંસરાજે તેના ફિમી કરિયરની શરૂઆત 1983માં બાળ કલાકાર તરીકે માસુમ ફિલ્મથી કરી હતી. આ બાદ તેને આ બાદ ત તને મહોબ્બ્તે ફિલ્મથી એન્ટ્રી કરી હતી. દેખાવમાં સુંદર હવા છતાં ઍક્ટિંગમાં ખાસ કઈ કરી શક્યા ના હતા. તેમને વધારે પડતો સાઈડ રોલ જ આપવામાં આવતો હતો. આ બાદ તેને એક્ટિંગની દુનિયાને અલવિદા કહીને તેને ડાયરેકશનમાં ઝંપલાવ્યું હતું. જુગલ હંસરાજે રોડસાઈડ રોમિયો જેવી એનિમેટેડ ફિલ્મનું ડાયરેક્શન કરીને હાથ અજમાવ્યો હતો. આ બાદ તેને 2010માં પ્યાર ઇમ્પોસિબલ કરી હતી જે ફ્લોપ રહી હતી.
આશુતોષ ગોવારિકર
View this post on Instagram
આશુતોષ ગોવારિકરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1984માં આવેલી ફિલ્મ ‘હોલી’ થી કરી હતી. આ બાદ તેને ઘણી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ એક્ટિંગ છોડીને તેને ડાયરેક્શનમાં હાથ અજમાવ્યો હતો. આશુતોષ ગોવારિકરે 1993માં ‘પહેલા નશા’ ફિલ્મથી ડાયરેકશનમાં હાથ અજમાવ્યો હતો. આ બાદ તેને લગાન, સ્વદેશ અને જોધા અકબર જેવી ફિલ્મડાયરેક્ટ કરરી હતી જે સુપરહિટ સાબિત થઇ હતી.
સુભાષ ધઈ
View this post on Instagram
સુભાષ ધઈ આજે એક સફળ ડાયરેક્ટર છે. સુભાષ ધઈએ તેના કરિયરની શરૂઆત એક એક્ટર તરીકે કરી હતી. સુભાષે તકદીર અને આરાધના જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને લાગ્યું કે તે સારી એક્ટિંગ કરી શકશે નહીં. આ બાદ તેને એક્ટિંગની દુનિયાને અલવિદા કહીને ડાયરેક્ટર તરીકે હાથ અજમાવ્યો હતો. આજે તે ફિલ્મોનું ડાયરેક્શન કરીને લ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.