દુબઇ પોતાના વૈભવ માટે જાણીતું છે ત્યાં ઊંચી ઊંચી ઇમારતો છે અને દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પણ આવેલી છે. દુબઇ પોતાની શાનો શોકત માટે જાણીતું છે ત્યારે હવે દુબઈની અંદર બીજા એક અજુબાનુ નિર્માણ થવા માટે જઈ રહ્યું છે.

હવે દુબઈની અંદર સમુદ્રમાં તરતી હોટલ બનાવવાની યોજના ચાલી રહી છે. આ હોટલ સમુદ્રના મોજામાં પણ હલશે નહિ, તેવી મજબૂત બનવાની છે. ચાલો જોઈએ આ હોટલ વિશેની વધારે માહિતી.

આ હોટલને બનાવવામાં લગભગ 1212 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ હોટલનું નામ છે ફ્લોટિંગ સી પેલેસ એન્ડ રિસોર્ટ. મુખ્ય હોટલની તરતી ઇમારત સાથે છ તરતા ગ્લાસ બોટ વીલા પણ જોડાયેલા હશે. તેના ઉપર જવા માટે તરતો પુલ પણ હશે. આ ઉપરાંત તમે સ્પીડ બોટ દ્વારા પણ વિલામાં જઈ શકો છો.

દરિયામાં ઉઠનારા ઝડપી મોજા પણ આ હોટલને હલાવી નહીં શકે. કારણ કે તેની અંદર શૈફટ મોટર્સ લાગેલી છે જે મોજાની ગતિ અને ઊંચાઈને સહન કરી લેશે. આ હોટલને દુબઈના મરીના તટ પાસે બનાવવામાં આવી રહી છે. હોટલનો નેપ્ચ્યુન નામનો એક ગ્લાસ બોટ વીલા સંપૂર્ણ બનાવી દેવામાં આવ્યો છે.

તેને બનાવવા વાળી કંપની બારાવી ગ્રુપના સીઈઓ મોહમ્મદ અલ બારાવીએ ગલ્ફ ન્યુઝને જણાવ્યું કે હોટલનું 95 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. આવતા મહિને બાકી બચેલું કામ પણ પૂરું થઇ જશે. નેપ્ચ્યુન ગ્લાસ બોટ વીલા યૂએઇના ભારતીય બિઝનેસમેન બલવિન્દર સાહનીએ ખરીદ્યો છે.

નેપ્ચ્યુન ગ્લાસ બોટ વીલામાં બે માળ છે. બહારની તરફ એક સ્વિમિંગ પુલ છે. દરેક માળ 300 સ્કવેર મીટરનો છે. પહેલા માળે 4 બેડરૂમ છે. દરેક ગ્લાસ બોટ વિલા ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. તેની અંદર ઓટોમેટિક એયર ફિલ્ટ્રેશન સિસ્ટમ લગાવવામાં આવી છે જે સમુદ્રી હવાને ચોખ્ખી કરીને ઘરની અંદર મોકલે છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મળશે અને કચરા રિસાયક્લિંગ સિસ્ટમ પણ લાગેલી છે.