તે ફ્લર્ટ તો નથી કરી રહીને તમારી સાથે? આ સિક્રેટ સંકેત આપશે તેનો જવાબ
આજના સમયમાં ઘણા છોકરા છોકરીઓ એવા હોય છે જે એકબીજાને પ્રેમ તો કરે છે પરંતુ જણાવી નથી શકતા, અને ઘણીવાર છોકરીને છોકરો ગમતો હોવા છતાં પણ તે પહેલ છોકરા તરફથી થાય એમ સમજે છે, ઘણા છોકરાઓ પણ એવા હોય છે જેમને ખબર નથી પડતી કે સામેની છોકરી તેની સાથે ફ્લર્ટ કરે છે અને તેને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. ત્યારે છોકરા માટે આ એક મૂંઝવણ ભરેલી સમસ્યા છે, ત્યારે આજે અમે તમને એવી સરળ ટેકનીક બતાવીશું જેના દ્વારા તમે પણ ઓળખી જશો કે કોઈ છોકરી તમારી સાથે ફ્લર્ટ કરે છે.

નજીક આવવું:
જો કોઈ છોકરી તમારી સાથે વાતચીત દરમિયાન તમારી નજીક આવતી હોય તો આ સંકેત છે કે તમે તેને ગમી રહ્યા છો. અને તમને તે પસંદ કરે છે.
પોતાના વાળને સરખા કરવા:
જયારે તમે કોઈ છોકરી સાથે વાત કરી રહ્યા છો અને એ દરમિયાન એ તેના વાળને વારંવાર સરખા કરી રહી છે તો તેનો મતલબ એ છે કે તમારું વ્યક્તિત્વ તેને ગમી રહ્યું છે. તે તમારી સાથે વાત કરવામાં પણ રસ ધરાવે છે.

સમજી જાવ આંખોની ભાષા:
જયારે કોઈ છોકરી તમારી સાથે ફ્લર્ટ કરે છે તો તેની આંખો ઘણું બધું જણાવતી હોય છે. જો વાત કરતી સમયે તે તમારી આંખોમાં નજર મિલાવીને પછી પોતાની પલકોને ઝુકાવી લે છે તો આ સંકેત છે કે તમે એના દિલમાં ખાસ છો.
નથી રોકતી પોતાનું હસવાનું:
જયારે છોકરી કોઈ સાથે ફ્લર્ટ કરે છે અથવા તો પસંદ કરે છે ત્યારે તે વ્યક્તિ જયારે સામે આવે ત્યારે પોતાનું હસવું નથી રોકી શકતી. તમારા દરેવખતે તેની સામે જવા ઉપર તેની સ્માઈલ જ ઘણું બધું કહી દે છે.

પોતાના કપડાને ઠીક કરવા:
જો છોકરી કોઈને પસંદ કરતી હોય તો તેને ઈમ્પ્રેસ કરવાનો એક પણ મોકો છોડતી નથી. અને કોઈપણ પ્રકારનું રિસ્ક પણ લેવા નથી માંગતી. તમારે સામે આવવા ઉપર જો તે પોતાના કપડાં ઠીક કરવા લાગી જાય તો સમજી જવું કે તે તમને પસંદ કરી રહી છે.
વાતોથી કરે છે ઈમ્પ્રેસ:
જે છોકરી કોઈને ઈમ્પ્રેસ કરવા માંગે છે તે પોતાના અવાજનો સારો ઉપયોગ કરે છે, તે પોતાના અવાજને એવી રીતે વ્યક્ત કરે છે કે સામે વાળી વ્યક્તિ તેનાથી પ્રભાવિત થઇ જાય.

સ્પર્શનો અનુભવ:
જો કોઈપણ છોકરી ભુલમમાં કે જાણી જોઈને તમારા ખભા ઉપર કે તમારા હાથમાં પોતાનો હાથ રાખી દે તો સમજી લેવું કે તે તમને પસંદ કરી રહી છે.