જીવનશૈલી

તે ફ્લર્ટ તો નથી કરી રહીને તમારી સાથે? આ સિક્રેટ સંકેતથી જાણો

કોઈ પણ છોકરી તમને લાઈન આપે છે કે નઈ? આ ગુપ્ત સંકેતથી જાણો

જયારે કોઈ યુવક કોઈ યુવતીને પસંદ કરતા હોય છે તો તેને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે અને કોઈ એવો સંકેત આપે છે જે વાત યુવતીના દિલ સુધી પહોંચી જાય છે . આ વર્તનને તેની ફ્લર્ટિંગ સ્કિલ પણ કહેવામાં આવે છે. એવું નથી કે ફ્લર્ટ ફક્ત યુવકો જ કરે છે પરંતુ યુવતીઓ પણ આ મામલે કોઈ ઓછી નથી.

યુવતીઓ કોઈને પસંદ કરે છે કે તો તેના હાવભાવથી અને વર્તનથી જાણી શકાય છે. યુવતીઓ એવા સંકેત આપે છે કે ખબર પડી જાય છે કે તે યુવકને પસંદ કરે છે. આમ તો યુવતીઓને કોઈ પુરી રીતે જાણી નથી શક્યું પરંતુ કોઈ એવા સંકેત આપે છે જેનાથી જાણી શકાય છે કે તમને ફ્લર્ટ કરી રહી છે.

સ્પર્શનો અહેસાસ

જો કોઈ યુવતી જાણી જોઈને અથવા તો ભુલથી હાથ અને ખભા પર હાથ રાખી દે છે તો તે સંકેત આપે છે કે તેને પસંદ કરે છે.

હસવું ના રોકી શકાય

જ્યારે કોઈ યુવતી કોઈને ફ્લર્ટ કરે છે અથવા તો પસંદ કરે છે ત્યારે તે શખ્સની સામે જવા પર તેનું હસવું રોકી શકતી નથી. તમે તેની સામે જવા પર તેના ચહેરાની સ્માઈલ જ બધું કહી દે છે.

નજીક આવવું

જો કોઈ યુવતી વાતચીત દરમિયાન યુવકની નજીક આવે છે તોએ વાતનો ઈશારો કરે છે તેને પસંદ કરે છે.

વાળમાં હાથ ફેરવવા

જો કોઈ યુવતી વારંવાર તેના વાળ પર હાથ ફેરવે છે, લટ સાથે રમે છે કે વાળથી રમે છે તો એ વાતનો સંકેત આપે છે કે તમે તેને આકર્ષિત લાગો છો. તમારી સાથે વાત કરવામાં દિલચસ્પી રાખે છે.

સમજો આંખની ભાષા

જયારે મહિલાઓ કોઈ સાથે ફ્લર્ટ કરે છે તો તેની આંખ કંઈક અલગ કહે છે. જો વાત કરતા-કરતા થોડા સમય સુધી નજર મળાવ્યા બાદ પાંપળ ઝુકાવી દે છે તો એ વાતનો સંકેત આપે છે કે, તેના દિલમાં તમારી માટે ખાસ જગ્યા છે.

પોતાના કપડાને સરખા કરવા

જો કોઈ યુવતી તમને પસંદ કરતી હોય તો તમને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો નથી છોડતી અને કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી. તમે તેની સામે જાવ છો તો તે કપડાં સરખા કરવા લાગે છે. તો સમજી જવાનું કે તમને પસંદ કરે છે.

અવાજથી કરે છે આકર્ષિત

જે મહિલાઓ ફ્લર્ટ કરવામાં એક્સપોર્ટ હોય છે તે તેના અવાજનો સારો ઉપયોગ કરે છે. તે તેના અવાજને મોડ્યુલેટ કરે છે જેનાથી આકર્ષણ વધે છે.