ખબર

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે નિસર્ગ વાવાઝોડાનો મોટો ખતરો, 19 ફલાઇટ કરવામાં આવી રદ, NDRFની ટિમો તૈનાત

કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. હવે ગુજરાત અને મહારાષ્ટ્રના માથે એક નવો ખતરો આવીને ઉભો થઇ ગયો છે. આ ખતરો છે આજે આવનારા નિસર્ગ વાવાઝોડાનો.

Image Source

મહારાષ્ટ્રના દરિયા કિનારે તો આ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઈ છે અને હવે ટૂંક સમયમાં આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પણ ટકરાશે. અરબ સાગરમાં ઉઠેલું આ ડીપ ડિપ્રેશન ગઈકાલે ચકવાતી તોફાનોમાં ફેરવાઈ ગયું હતું, આ વાવાઝોડું 13 કી.મી. પ્રતિ કલાકની પ્રતિ ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. રાત્રે 2.30 કલાકે તે ળિવગથી 200 કિમિ અને મુંબઈથી 250 કી.મી દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમમાં હતું.

Image Source

એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વવઝોડુ બાપરે 1 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્ર અને રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમિ/કલાકની ઝડપે અથડાઈ શકે છે.  ત્યાંથી તે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધવાની પણ સંભાવના છે.

નિસર્ગ વાવાઝોડાની ભારે અસરના કારણે મુંબઈથી આવતી જતી 19 ફલાઈટોને પણ રદ કરી દેવામાં આવી છે. ત્યારે રેલવે દ્વારા પણ મુંબઈ જનારી 8 સ્પેશિયલ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કર્યો છે.  નિસર્ગ વાવાઝોડાને લઈને મહારાષ્ટ્રમાં NDRFની 20 ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.