ખબર

કોરોનાકાળમાં મોદી સરકારે ફરી એકવાર લીધો આકરો નિર્ણય, જાણો વિગત

સમગ્ર દુનિયાની અંદર કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે અલગ અલગ દેશની સરકારો દ્વારા કોરોનાને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતમાં મોદી સરકાર દ્વારા પણ મહત્વના પગલાં લેવામાં આવ્યા છે.

Image Source

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો તમારે હવે ઘણા સમય સુધી રાહ જોવી પડી શકે છે. નાગરિક વિમાન મહાનિદેશાલય કાર્યાલય (DGCA) દ્વારા મંગળવારના રોજ બધી જ આંતરરાષ્ટ્રીય ઉડાનોને 30 એપ્રિલ સુધી રદ્દ કરવાની જાહેરાત કરી છે.

Image Source

જોકે, વિશેષ પરિસ્થિતિઓમાં કોઈ વિમાનને ઉડાન ભરવાની પરવાનગી આપી શકાય છે. ડીજીસીએ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો જરૂર જણાશે તો સંબંધિત આંતરરાષ્ટ્રીય માર્ગો પર સંબંધિત અધિકારીઓની મંજૂરીથી ફ્લાઇટ્સ ચલાવવામાં આવી શકે છે.તો જીએસીએ દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાનોના પ્રતિબંધમાં માલવાહક વિમાનોને બહાર રાખ્યા છે.

Image Source

આ પહેલા પણ કોરોનાના વધતા ખતરાને જોતા ડીજીસીએ દ્વારા આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર પ્રતિબંધ 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવ્યો હતો. માર્ચ ખતમ થવાના સાત દિવસ બાદ જ ઉડાણોને લઈને નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે આવતા એક મહિના સુધી ચાલુ રહેશે.

Image Source

તો બીજી તરફ બ્રિટેનમાં કોરોનાના વધતા મામલાને જોતા હવે વિદેશ યાત્રા ઉપર લાગુ કરવામાં આવેલી પાબંધીને જુલાઈ સુધી વધારી દેવામાં આવી છે. સાથે જ કારણ વગર દેશ છોડવા વાળા ઉપર 5 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 5 લાખ રૂપિયાનો દંડ પણ લાગી શકે છે.