અજબગજબ

પ્લેનમાં મુસાફરી દરમિયાન પેસેન્જરે ઈફ્તારી માટે પાણી માંગ્યુંં અને પછી…

ભારત વિવિધતાથી ભરપૂર અને એક મહાન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આ દેશના લોકો પણ એકબીજાને તેમના ધર્મ-જાતિથી ઉપર ઉઠીને એકબીજાને પ્રેમ કરે છે. તાજેતરમાં જ આવી એક ઘટના એર ઇન્ડિયા એલાયન્સ ફલાઇટમાં ઘટી હતી, જેમાં આ વાત સાબિત પણ થાય છે કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. અને અહીં દરેક સંપ્રદાયના લોકો સંપીને રહે છે.

રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને પત્રકાર રિફત જાવેદ પણ રોઝા રાખી રહયા છે, ત્યારે તેમને ઈફ્તાર માટે ભોજન કરવાનું હતું. પરંતુ ઇફ્તારના સમયે તેઓ ગોરખપુરથી દિલ્હી જઈ રહી ફલાઇટમાં હતા, તેઓ પોતાની સીટ પરથી ઉઠીને એર હોસ્ટેસ પાસે ગયા અને પાણીની બોટલ માંગી, પરંતુ એ પછી જે કઈં બન્યું એને માનવતામાં આપણો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે.

Image Source

રિફત પોતાની સીટ પરથી ઉઠીને પાણીની બોટલ માંગવા ગયા હતા અને એરહોસ્ટેસે તેમને ઇફ્તારનું ભોજન આપ્યું. તેઓએ આ આખી ઘટના પોતાના ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું, “એર ઇન્ડિયા એલાયન્સ ફલાઇટમાં હું ગોરખપુરથી દિલ્હી પરત ફરી રહ્યો  હતો, ઇફતારનો સમય થઇ રહ્યો હતો, જેથી હું ઉભો થઈને કેબીન ક્રૂ સભ્ય મંજુલા પાસેથી પાણી માંગવા ગયો. એને મને નાની બોટલ આપી. મેં પૂછ્યું કે શું મને એક બીજી બોટલ મળી શકે, કારણ કે મારા રોઝા છે? મંજૂલાએ કહ્યું, ‘તમે પોતાની સીટ કેમ છોડી? પોતાની સીટ પર પાછા જાઓ.’ મિનિટોમાં જ એ બે સેન્ડવીચ લઈને આવી અને કહ્યું, ‘વધુ માંગવા માટે અચકાતા નહિ.'”

રિફતે વધુમાં લખ્યું છે ‘અલબત્ત મને વધારે જરૂર ન હતી. આ મારા માટે પર્યાપ્ત હતું. પરંતુ એનાથી પણ વધુ સંતોષજનક મંજુલાનું આ હૂંફાળું વર્તન હતું. આ મારુ ભારત છે!’

રિફતે તેના ઇફ્તારના ભોજનની તસ્વીર સાથે આખી ઘટના ટ્વિટર શેર કરી હતી. જેના પછી આ ઘટના ખૂબ જ જલ્દી ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી અને લોકો આ ટ્વિટને ખૂબ જ પસંદ કરી રહયા છે. આ પછી લોકો એરલાઈનના ડિપાર્ટમેન્ટના ખૂબ જ વખાણ કરી રહયા છે, કે જેમને એક યાત્રી સાથે ખૂબ જ હૂંફાળું વર્તન કર્યું છે.


એક ટ્વીટર યુઝરે એમ પણ લખ્યું છે કે જયારે એક તરફ આપણા દેશ-દુનિયામાં લોકો નફરત ફેલાવી રહયા છે ત્યારે મંજૂલાએ આપણને ભાન કરાવ્યું છે કે ભારત જેવા સુંદર દેશમાં માનવતા હજુ પણ કાયમ છે. આ સાથે જ લોકો એરઇન્ડિયાના પણ ખૂબ જ વખાણ કરી રહયા છે કે આવી હૂંફ અને હોસ્પિટાલિટી ફક્ત એરઇન્ડિયા જ આપી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks