હવે આવશે દેશવાસીઓના અચ્છે દિન, મોંઘા પેટ્રોલથી મળશે રાહત, જુઓ શું છે મોદી સરકારનો મેગા પ્લાન

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ દેશવાસીઓ માટે માથાના દુખાવા સમાન છે, જો કે દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ઘટાડો થવાના કારણે જનતાએ રાહતનો શ્વાસ જરૂર લીધો છે, છતાં પણ હાલના ભાવ સામાન્ય માણસને જરૂર ડંખે તેવા છે, ત્યારે ઇંધણના ભાવને પહોંચી વળવા માટે સરકાર દ્વારા મેગા પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકના એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ એક રશિયન ટેક્નિકનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના દ્વારા પેટ્રોલ અને ઈથેનોલના ‘કેલોરિફિક વેલ્યૂ’ ને બરાબર કરી શકાય છે. ફ્લેક્સ ફ્યૂલ- ગેસોલીન, મેથનોલ કે ઈથેનોલના કોમ્બિનેશનથી બનેલું એક પ્રકારનું વૈકલ્પિક ઈંધણ છે.

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ અન્ય ઈંધણ કરતાં વધુ સારા વિકલ્પ તરીકે વાહનોમાં ઈથેનોલના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ગડકરીએ કહ્યું કે આગામી દિવસોમાં ‘ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન’ ફરજિયાત બનાવવામાં આવશે. જો આમ બન્યું તો તમામ પેટ્રોલ પંપને ઈથેનોલ પંપોમાં ફેરવવામાં આવી શકે છે.

જો  આમ બન્યું તો તમામ પેટ્રોલ પંપને ઇથેનોલ પંપમાં બદલવામાં આવી શકે છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સરકારને પશ્ચિમ મહારાષ્ટ્રમાં 100 ટકા ઇથેનોલ પર ચાલતી ઓટો-રિક્ષાઓને મંજૂરી આપવા અપીલ કરી હતી.

Niraj Patel