ખુશખબરી: 100માં નહીં 60માં ભરાવી શકશો પેટ્રોલ? આ છે મોદી સરકારનો માસ્ટર પ્લાન

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યુ કે, સરકાર ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ફ્લેકસ ફયુલ ઇંધણોના અનિવાર્ય પર વિચાર કરી રહી છે અને આગળના 8-10 દિવસોમાં તેને લઇને નિર્ણય કરવામાં આવશે.

ગડકરીએ રોટરી જિલ્લા સંમેલન 2020-2021ના વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરતા કહ્યુ કે, વૈકલ્પિક ઇંધણ ઇથેનોલની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લીટર છે જયારે દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર છે અને તેનાથી વધુ પણ છે. આ માટે ઇથેનોલના ઉપયોગથી દેશના લોકો 30-35 રૂપિયા પ્રતિ લીટર બચત કરી શકશે.

તેમણે કહ્યુ કે, હું પરિવહન મંત્રી છુ, હું ઉદ્યોગ માટે આદેશ જારી કરવા જઇ રહ્યો છુ કે માત્ર પેટ્રોલથી ચાલનાર એન્જીન નહિ હોય, આપણી પાસે ફ્લેક્સ-ફ્યુલ એન્જીન હશે. લોકો પાસે વિકલ્પ હશે કે તે 100 ટકા કાચુ તેલ અને 100 ટકા ઇથેનોલમાં કોનો ઉપયોગ કરે.

નીતિન ગડકરીએ વધુમાં કહ્યુ કે અમેરિકા, બ્રાઝિલ અને કેનેડામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલ ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, હાલના સમયમાં પ્રતિ લીટર પેટ્રોલમાં 8.5 ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે. તેમનુ કહેવું છે કે ઈથનોલ પેટ્રોલ કરતા ઘણું સારું છે અને તે ઓછુ ખર્ચાળ અને પ્રદૂષણમુક્ત તેમજ સ્વદેશી પણ છે. તે ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનારું છે.

તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે પ્રદૂષણ ઘટાડવા પર અને આયાત પરની અવલંબન ઘટાડવા પેટ્રોલની સાથે 20 ટકા ઇથોનેલ બ્લેડિંગને પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક 2025 કરી દેવાયો છે.

Shah Jina