હેલ્થ

રોજની માત્ર એક ચમચી અળસી ખાવ, વજન ઘટાડવા સિવાય બીજા પણ છે ઘણા ફાયદા

અળસી એક આયુર્વેદિક ઔષધિ છે. તેનાથી શરીરમાં ઘણા જ ફાયદાઓ થાય છે. અળસીમાં રહેલા તત્વો શરીરની પાચન ક્ષમતાને વધારે છે સાથે સાથે તેની અંદર ફાયબર અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં મળી આવે છે. જેનાથી લોહીમાં ગ્લુકોઝના લેવલને વધારવામાં પણ મદદ મળે છે. આજે આપણે એવા જ કેટલાક અળસીના ફાયદાઓ વિશે જાણીશું.

Image Source
 1. વજન ઘટાડવામાં છે મદદગાર:
  અળસી વજન ઘટાડવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. રોજિંદા ડાયટમાં અળસીનો ઉપયોગ કરશો તો વજન ઘટાડવામાં ખુબ જ ફાયદો થશે, તેનાથી ભૂખ ઓછી લાગે છે અને તમે વજન વધવાની સમસ્યાથી બચી શકો છો. અળસીમાં રહેલા ઓમેગા -3 ફેટી એસિડ, ફાયબર, પ્રોટીન અને એંટીઓક્સીડેંટ્સ મેટાબોલિજ્મ વધારવામાં મદદ કરે છે.

  Image Source
 2. રોગ પ્રતિકારક શક્તિમાં કરે છે વધારો:
  કોરોના વાયરસના કારણે આપણે જાણ્યું કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ કેટલી મહત્વની છે. તો અળસીના બીજીની અંદર ઘુલનશીલ અને અઘુલનશીલ ફાયબર સારા બેકટેરિયાને વધારે છે જેમાંથી સારા બેક્ટરિયા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર બને છે.

  Image Source
 3. શુગરનું બેલેન્સ જાળવી રાખવમાં મદદગાર:
  અળસીના બીજની અંદર ફાયબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે લોહીની અંદર ગ્લુકોઝના લેવલને બેલેન્સ કરી શકાય છે.અને શરીર શુગરનું બેલેન્સ જાળવી રાખવા માટે પણ મદદગાર સાબિત થાય છે.

  Image Source
 4. હૃદય માટે છે ખુબ જ ફાયદાકારક:
  અળસીના બીજની અંદર ઓમેગા-3 ફૈટી એસિડ રહેલું છે. જે કોલેસ્ટ્રોલના લેવલને જાળવી રાખવામાં મદદગાર બને છે. અળસીને ખાવાના કારણે લોહીના ગઠ્ઠા બાઝવાની સમસ્યા પણ સર્જાતી નથી.

  Image Source
 5. પાચનશક્તિ બને છે મજબૂત;
  અળસીની અંદર વધુ પ્રમાણમાં ફાયબર રહેલા છે જે શરીરની પાચનક્ષમતાને વધારવામાં મદદગાર સાબિત થાય છે. જેનાથી કબ્જ અને એસીડીટી જેવી સમસ્યાઓ ઉદભવતી નથી. રોજ એક ચમચી અળસી તમારી પાચન ક્ષમતાને વધારી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.