રહસ્ય! તેલ કે ઘી નહીં પાણી વડે પ્રગટે છે આ મંદિરનો દિવો, માતાનો અનોખો છે ચમત્કાર

ભગવાનની આરતી કરવા માટે આપણે ઘરે કે મંદિરમાં દિવો અવશ્ય પ્રગટાવીએ છીએ. આ દિવો મોટા ભાગે ગાયના ઘી કે તેલ દ્વારા પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે જ્યોત પાણી વડે પ્રગટે. કદાચ તમારો જવાબ હશે નહીં. કારણ કે પાણી વડે દિવો કેવી રીતે પ્રગટે. પરંતુ ભારતનું એક અનોખુ મંદિર છે જ્યાં પાણી વડે દિવો પ્રગટે છે. તો ચાલો જાણીએ આ અનોખા મંદિર વિશે.

આ મંદિર મધ્ય પ્રદેશમા આવેલુ છે. અહીં નલખેડા ગામથી 15 કિમી દૂર ગાડિયા ગામની પાસે કાલીસિંઘ નદી કિનારે આ મંદિર આવેલુ છે. તેને ગડિયાઘાટ વાળી માતાજી કહેવામાં આવે છે. આ મંદિર ચોમાસામાં ભારે વરસાદને કારણે અડધુ પાણીમાં ડૂબી જાય છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદ આવે છે ત્યારે આ નદીનું જળસ્તર ખુબ ઉંચુ આવી જાય છે તેના કારણે આ મંદિર અડધુ પાણીમાં ડૂબી જાય છે. જેના કારણે પૂજારી પણ અહિં પહોંચી શકતા નથી. ત્યારબાદ શારદીય નવરાત્રીથી પૂજારી અને ભક્તો મંદિરમાં આવવા લાગે છે.

ગડિયાઘાટવાળી માતાજીના મંદિરની સૌથી રહસ્યમય વાત એ છે કે જ્યારે અહીં દિવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ઘી કે તેલ નહીં પરંતુ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષોથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. જો કે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં વર્ષોથી દિવો પ્રગટી રહ્યો છે જેના વિશે આજે પણ કોઈ જાણતુ નથી. પરંતુ આ મંદિરમાં જે મહાજ્યોત પ્રગટાવવામાં આવે છે તે સૌથી અલગ છે.

એક માન્યતા એવી છે કે માતાએ પોતે પાણીથી દિવો પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. આ અંગે પૂજારીએ જણાવ્યું કે, પહેલા આ મંદિરમાં તેલથી દિવો પ્રગટાવવામાં આવતો હતો પરંતુ થોડા વર્ષો પહેલા માતા તેમના સપનામાં આવ્યા અને પાણી વડે દિવો પ્રગટાવવાનું કહ્યું. માતા આદેશ બાદ પૂજારીએ પાણીથી દિવો પ્રગટાવવાનું શરૂ કર્યું.

સવારે વહેલા ઉઠીને પૂજારીએ દિવો પ્રજવલીત કાલિસિંઘ નદીનું પાણી લીધુ અને તેમણે દિવામાં નાખ્યું અને માચીસથી દિવો પ્રગટાવ્યો તો તે પ્રજવલિત થયો જેને જોઈને પૂજારી આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. જો કે તેમણે બે મહિના સુધી આ વાત કોઈને કહી નહોતી. ત્યારબાદ પૂજારીએ ગામના લોકોને વાત કહી અને જોત જોતામાં આ વાત સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ. માતાનો ચમત્કાર જોવા દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. જેવુ પાણી આ દિવામા નાખવામાં આવે છે ત્યારે તે એક ચિકણા પદાર્થમાં ફેરવાઈ જાય છે અને દિવો પ્રગટવા લાગે છે.

YC