ખબર

બહેનોની નજર સામે જ 5 વર્ષનો નાનો ભાઈ લિફ્ટમાં, આ ભૂલ થઇ અને મૃત્યુ પામ્યો

દરેક માતા પિતા સાવધાન..તમારું બાળક વહાલું હોય તો આ ઘટના જરૂર વાંચજો, ભૂલથી પણ આ ભૂલ ન કરતા

મુંબઈ શહેરના ધારાવીમાં આજે એક દર્દનાક એક્સીડંટ થયું છે જ્યાં લિફ્ટમાં ફસાઈને એક 5 વર્ષના બાળકનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે. જેને પણ જોયું રુવાડા ઉભા થઇ ગયા. પ્રાપ્ત માહિતી મુજબ ઘોષી શેલ્ટર બિલ્ડિંગની લિફ્ટમાં આ અકસ્માત સર્જાયો હતો જ્યાં ત્રણ ભાઈ બહેન ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળે જવા માટે લિફ્ટમાં ચડ્યા. ત્રણ બાળકો રમતા રમતા લિફ્ટમાં ચડ્યા અને લિફ્ટનું બટન દબાવી દીધુ.

જે સમયે આ ઘટના ઘટી તે વખતે લગભગ પોણો વાગ્યો હતો. આ લિફ્ટમાં ડોર પછી એક ગ્રિલ લાગેલી હતી.ચોથા માળ પર પહોંચ્યા બાદ બંને બહેનો તો ત્યાંથી નીકળી ગઈ. પણ નાનકડો મોહમ્મદ હુજૈફા ગ્રિલથી તો બહાર આવી ગયો પરંતુ દરવાજાની પાછળ જ રહી ગયો. આ દરમિયાન ચાલુ થઈ ગઈ અને બાળકમાં લિફ્ટમાં ઘસડાવા લાગ્યો.

મિત્રો મહેરબાની કરીને તમારા બાળકને લિફ્ટમાં કોઈ દિવસ એકલા મુકતા નથી, આ ભૂલ ભારે પડી શકે છે.