ખબર

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અચાનક પડી ગઈ 5 માળની બિલ્ડીંગ, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

ગુજરાતની અંદર બે દિવસ પહેલા આવેલા તાઉ-તે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દ્દીધી હતી. સૌરાષ્ટ્ર સમેત ગુજરાતના ઘણા ગામોમાં મોટી તારાજી સર્જાઈ છે. ખેડૂતોના પાક નષ્ટ થઇ ગયા છે, તો ઘણી જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે ઝાડ અને વીજળીના થાંભલા પણ પડી ગયા છે.

ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાજીના ધાબા પાસે આવેલી એક 5 માળની ઇમારત પણ ધ્વસ્ત થઇ ગઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે હજુ સુધી આ ઇમારત ઘ્વસ્ત થવાના કારણે કોઈ જાન-હાનિ થયાના સમાચાર નથી મળી રહ્યા.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક પાંચ માળની બિલ્ડીંગ ગણતરીની મિનિટોમાં જ જમીનદોસ્ત થઇ જાય છે. ઈમારત ધરાશયી થતા જ ચારેય તરફ નાસભાગ પણ મચી જાય છે. તો આ વિસ્તાર સાંકળો હોવાના કારણે તંત્રને પણ ત્યાં પહોંચવામાં મુશ્કેલી થઇ રહી હતી.

આ દુર્ઘટના બને એ પહેલા જ બિલ્ડિંગમાં રહેતા લોકોને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા, જેના કારણે જાન હાનિ થવાની કોઈ ઘટના હજુ સુધી સામે આવી નથી. પરંતુ અચાનક બિલ્ડીંગ ઘ્વસ્ત થઇ જવાના કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ જરૂર બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)