અજબગજબ ધાર્મિક-દુનિયા

જમીનમાં શિવલિંગની રક્ષા કરી રહયા હતા બે જીવતા નાગ, જોઈને ચોંકી ગયા લોકો

કહેવાય છે કે જ્યા શિવલિંગ હોય છે, ત્યાં સાપ આપમેળે જ તેમની રક્ષા માટે હાજર રહે છે. આવી જ એક ઘટના હાલમાં જ પંજાબના લુધિયાણામાં ગુરપાલ નગરમાં સામે આવી છે. ગુરપાલ નગરના પ્રાચીન શિવ મહિમા મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે ખોદકામ થઇ રહ્યું હતું, એ દરમ્યાન 5 શિવલિંગ, 2 નાગ, 1 શંખ અને કેટલાક જુના સિક્કા મળી આવ્યા છે.

Image Source

પ્રાચીન શિવ મહિમા મંદિરના પૂજારી અનુસાર, આ મંદિર આશરે 40 વર્ષ જૂનું છે. થોડા સમય પહેલા જ આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ ખંડિત થઇ ગયું હતું, એટલા માટે ફરીથી શિવલિંગ સ્થાપિત કરવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમ્યાન અચાનક જ નાગ નીકળયા જે બેહોશ હતા, એટલે તરત જ ખોદકામ અટકાવીને સાપને બહાર કાઢવામાં આવ્યા.

Image Source

નાગને બહાર કાઢયા પછી ખોદકામ ફરીથી શરુ કરવામાં આવ્યું તો તેમાંથી 5 શિવલિંગ અને શંખ, માળા અને વર્ષ 1616ના સમયના સિક્કા પણ મળી આવ્યા. એમાંથી કેટલાક સિક્કાઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હતા તો કેટલાક એનાથી પણ વધુ જુના હતા. મળી આવેલા પાંચ શિવલિંગ પર પ્રાકૃતિક રૂપે જ ૐનો આકાર કોતરાયેલો હતો. આ બધી વસ્તુઓ મળતા જ હાજર લોકોએ શિવજીના જયકાર બોલાવવા પણ શરુ કરી દીધા હતા.

Image Source

પહેલા નાગ અને પછી શિવલિંગ અને બીજી વસ્તુઓ મળી આવતા લોકો આને ભગવાન શિવનો ચમત્કાર માની રહયા છે. જેવું આ બધી જ બાબત લોકોને ખબર પડી, ત્યાંના લોકો આ બધું જ જોવા આવવા લાગ્યા. સ્થાનિક લોકો પોતાની રીતે શ્રદ્ધા પ્રગટ કરી રહયા હતા. હાલ પૂરતું ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે. સિક્કાઓ કઈ ધાતુના બનેલા છે એ વિશે હાલ કોઈ જાણકારી નથી. એવું લાગી રહ્યું છે કે અહીં કોઈ ખૂબ જ જૂનું શિવ મંદિર હશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks