ખબર

36 વર્ષના યુવક પર થયો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નારિયળ ઘુસાડી અને પછી જે થયું એ

આજે આપણે એવું માનીએ છીએ કે દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી. દીકરીઓ રાતે એકલી બહાર જાય તો ઘરવાળાને ચિંતા રહે છે. ઘણીવાર એવા મામલા સામે આવતા હોય છે કે યુવતી પર ગેંગરેપ થયો પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે,યુવક પર પર ગેંગ રેપ થાય ? આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે. જેમાં મુંબઈમાં એક યુવક પર ગેંગરેપ થયો છે.

નવી મુંબઈના વાશીમાં એક દર્દનાક ઘટના સામેઆવી છે. એક 36 વર્ષનો યુવક સિગરેટ પીવા આવ્યો હતો. ત્યારે નશામાં ધૂત 5 વ્યક્તિઓએ સામુહિક બળાત્કારને અંજામ આપ્યો હતો.આ ઘટના બાદ પીડિતને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની મલ્ટીપલ સર્જરી કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Image Source

વાશી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ બધા આરોપીની તપાસ હાથ ધરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, પીડિત અડધીરાતે ઘરે પ્રતિ ફરી રહ્યો હતો. ત્યારે તેને સિગરેટ પીવાની ઈચ્છા થઇ તો તે રસ્તા પર આવ્યો હતો. જ્યાં આ 5 નરાધમોએ તેની અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ આ યુવક સાથે મારપીટ કરીને એક સુમસામ જગ્યા પર લઇ ગયા હતા. સુમસામ જગ્યા પર લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવક બેભાન ના થયો થયા સુધી ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પીડિત થોડો ભાનમાં હતો ત્યારે રસ્તા સુધી આવી પહોંચ્યો હતો.

Image Source

પીડિતના પરિવારજનોએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. પીડિતના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, આ નરાધમોએ પ્રાઇવેટ પાર્ટ પર નારિયેળ ઘુસાડ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આઇપીસી ધારા 377 અને 34 કલમ લગાડી ફરિયાદ નોંધી છે.

પીડિત પાસેથી પ્રાપ્ત જાણકારીના આધારે પોલીસ આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. આ બધા આરોપીનો નશામાં ધૂત હતા. લાગી રહ્યું હતું કે, બધાએ ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ બધા આરોપીની ઉંમર 25થી 30 હોવાનું જાણવા મળ્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.