પરિક્ષામાં થયુ 5 મિનિટનું મોડુ તો વિદ્યાર્થીને ન મળ્યો પ્રવેશ, વર્ષભરની મહેનત પર ફરી વળ્યુ પાણી

પરીક્ષામાં ફક્ત પાંચ જ મીનીટ મોડા પહોંચતા જીવનભર ની મહેનત પર પાણી ફરી વળ્યું ! મહીલા ધૃસકે ધૃસકે રડી…

REET પરિક્ષાનું રવિવારના રોજ આયોજન થયુ હતુ. આ પરિક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ પરિક્ષા આપવાથી ચૂકી ગયા હતા. નિર્ધારિત સમય બાદ કેન્દ્રનો પ્રવેશ દ્વાર બંધ થઇ જવાને કારણે કેટલાક લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. પરંતુ તેમને પ્રવેશ ન મળ્યો. પ્રવેશ ન મળવાને કારણે મહિલાઓના આંસુ નીકળવા લાગ્યા હતા. આખરે પરિક્ષા આપ્યા વગર જ તેમને પરત ફરવુ પડ્યુ હતુ.

ગુજરાતના દાઉથી દમયંતી તંવર રીટ પરિક્ષા આપવા પહોંચી હતી. તેનુ કેન્દ્ર ગર્વનમેંટ સેન્ટ્રલ ગર્લ્સ સ્કૂલ આવ્યુ હતુ. તેણે ઇ-મિત્ર સાથે પ્રવેશ પત્ર નીકાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને રોલ નંબર યાદ ન હોવાને કારણે કામ ન બન્યુ. બાઇક સવાર યુવકની મદદથી નગરા સ્થિત બહેનના ઘરે પ્રવેશ પત્ર લેવા ગઇ પરંતુ ત્યાં સુધી સમય જતો રહ્યો હતો. તેને પ્રવેશ આપવામાં ન આવ્યો. તે પ્રવેશ માટે સ્કૂલના બધા ગેટ પર આમ-તેમ જઇ રહી હતી. પરિક્ષા આપવાથી ચૂકી ગયેલી મહિલા દમયંતિ તંવરનું કહેવુ હતુ કે તે વર્ષભર મહેનત કર્યા બાદ પરિક્ષા આપવા આવી હતી. તેનો આ છેલ્લો અવસર હતો. પરિક્ષા શરૂ થવામાં પાંચ મિનિટ રહેતા તે ગઇ પરંતુુ તેને પ્રવેશ આપવામાં આવ્યો નહિ.

હોસ્પિટલમાં દાખલ પ્રગતિ ઉત્તમને પરિજન સેન્ટ્રલ ગર્લ્સ સ્કૂલ લઇને પહોંચ્યા પરંતુ પ્રભારીએ પ્રવેશ આપવાની ના કહી દીધી. પ્રગતિના પતિએ સેંટર પ્રભારીથી લઇને રીટ અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બધા તેમને આમ-તેમ ફેરવતા રહ્યા. તેમણે પ્રગતિના હોસ્પિટલમાં દાખલ થયાના સર્ટિફિકેટ પણ બતાવ્યા પરંતુ કોઇ સકારાત્મક પ્રતિક્રિયા ન મળી. ત્રણ મિનિટથી વધારે સમય તેમને આમ-તેમ મોકલવામાં નીકળી ગયો.

Shah Jina