ઘરની અંદરથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળી આવતા મચી ગયો હડકંપ, 9 મહિનાનું બાળક પણ સામેલ

દેશભરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સાથે હત્યાની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ઘણા લોકો આર્થિક સંકળામણ અને બીજા કેટલાક અંગત કારણોને લીધે આપઘાત કરતા હોવાના પણ કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલ એક ખબરે હડકંપ મચાવી દીધો છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શબ ઘરની અંદરથી મળી આવ્યા છે, જેમાં એક 9 મહિનાનું બાળક પણ સામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બની છે બેંગલુરુના થિગાલારાપલ્યા વિસ્તારમાં. જ્યાં એક જ ઘરની અંદરથી શુકવારની રાત્રે પોલીસને એક જ પરિવારના પાંચ સદસ્યોના શબ મળી આવતા સનસની ફેલાઈ ગઈ હતી. મૃતકોમાં એક નવ મહિનાનું બાળક પણ સામે છે. આ ઉપરાંત પરિવારના એક અઢી વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનાની ત્યારે ખબર પડી જયારે ચાર દિવસથી બહાર ગયેલા પરિવારના મુખિયા હલ્લેગેરે શંકર ઘરે આવ્યા. તેમને પરિવારના લોકો વારંવાર અવાજ કરીને બોલાવ્યા પરંતુ કોઈ આવ્યું નહીં. પોલીસને શંકા છે કે આ બધાનું મોત ચાર દિવસ પહેલા જ થઇ ગયું હતું. તેમના જણાવ્યા અનુસાર આ આપઘાત હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ પરિવારના ચાર લોકોના શબ ઘરના અલગ અલગ ઓરડાની અડનાર ફાંસીના ફંદા ઉપર લટકેલા મળી આવ્યા હતા, જયારે નવજાત બાળકનું શબ બેડ ઉપર મળી આવ્યું હતું. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેનું મોત ભુખમરીના કારણે થયું હોઈ શકે છે. પોલીસે જણાવ્યું કે આ શબ સંપૂર્ણ રીતે સડી ગયું હતું.

પોલીસને ત્યાંથી એક અઢી વર્ષની બાળકી પણ મળી આવી જે ખાવા પીવાનું કઈ ના મળવાના કારણે બેભાન થઇ ગઈ હતી, પોલીસનું કહેવું છે કે આ બાળકીનું જીવતું મળવું ચમત્કાર છે. તેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બાળકીને ભાન પણ આવી ગયું છે અને ડોકટરના જણાવ્યા પ્રમાણે તેની હાલત સ્થિર છે. પોલીસે આ મામલામાં મોતનો કેસ દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

Niraj Patel