બ્રેકીંગ ન્યુઝ: અમેરિકામાં લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી, એકસાથે આટલા મોત, મેયર ધ્રુજી ઉઠ્યા

USA જવાના સપના જોવાવાળા સાવધાન થાજો, અમેરિકામાં ગોળીબારમાં પોલિસ અધિકારી સહિત અધધધ લોકોના કમકમાટીભર્યા મોત, ચારે બાજુ લાશ પથરાઈ ગઈ

તમામ પ્રયાસો છતાં અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે નોર્થ કેરોલિનામાં ફાયરિંગની એક મોટી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતના અહેવાલ છે. આ આંકડો વધી પણ શકે છે.પોલીસે માહિતી આપી છે કે આરોપી સગીર છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. લોકોને તેમના ઘરે રહેવા અપીલ કરવામાં આવી છે.રેલેના મેયર મેરી-એન બાલ્ડવિને હુમલા બાદ કહ્યું, ‘આ રેલે શહેર માટે દુઃખદ દિવસ છે, આપણે બધાએ હવે સાથે આવવાની જરૂર છે.

આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમને આપણે સમર્થન આપવાની જરૂર છે. માર્યા ગયેલા પોલીસ અધિકારી અને ઘાયલ પોલીસ અધિકારીના પરિવારને સમર્થન આપવાની જરૂર છે. રેલે પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમાંથી એક ઑફ ડ્યુટી પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ઘાયલોમાં એક કેનાઈન ઓફિસર પણ સામેલ છે. મામલાની જાણ થતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને થોડા સમય બાદ શૂટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

અમેરિકામાં સામૂહિક ફાયરિંગ દિવસેને દિવસે મોટી સમસ્યા બની રહી છે. અમેરિકન એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હુમલાખોર અચાનક ભીડભાડવાળા વિસ્તારમાં આવ્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. જે પણ સામે દેખાય તેને ગોળી મારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પાંચ લોકોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયા. તે જ સમયે હુમલાખોરની એક ગોળી ત્યાં હાજર પોલીસકર્મીને પણ વાગી હતી, જેનું થોડા સમય બાદ મોત થયું. હાલ હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અમેરિકામાં ગન કલ્ચર સતત કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં શાળાના બાળકોને ફરીથી નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઓકલેન્ડમાં સ્કૂલ કેમ્પસમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પહેલા પણ એક શાળામાં ગોળીબારમાં 17 બાળકોના મોત થયા હતા. હાલમાં જ જાહેર થયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે

આ વર્ષે અમેરિકામાં 96 લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે ગોળીબારની ઘટનાઓ સામેલ છે. આ મૃત્યુમાં ઘણા બાળકો પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં કોઈપણ વ્યક્તિ માટે બંદૂક ખરીદવી ખૂબ જ સરળ છે, જે રીતે બાકીનો સામાન દુકાનોમાં વેચાય છે, તેવી જ રીતે અમેરિકામાં બંદૂકો વેચાય છે. જો કે, ગન કલ્ચરને જોતા રાષ્ટ્રપતિ જો બિડેને તેના માટે કડક કાયદો બનાવવાની વાત કરી હતી અને તે પછી તેના પર કાયદો પણ બનાવવામાં આવ્યો હતો.

Shah Jina