જ્યોતિષ શાસ્ત્ર

ભૂલથી પણ ના કરવા આ 5 કામ, પડવા લાગશે શનિની અશુભ છાયા

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. અને 22મેના રોજ શુક્રવારે જ્યેષ્ઠ અમાવસ છે. અને આંથી ન્યાયપ્રિય દેવતા શનિદેવ મહારાજના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખોટું કરનારને શનિદેવ સજા આપે છે એ આપણે સૌ જાણીએ છીએ તો આજે એવી જ પાંચ બાબતો તમને જણાવીશું જે કરવાથી શનિદેવનો પ્રભાવ આપણા ઉપર પડી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે શનિદેવની પ્રભાવ જે વ્યક્તિ ઉપર પડે તે વ્યકતિનું જીવન બરબાદ થઇ જાય છે તો આપણે આજે એવી જ કેટલીક બાબતોને જોઈએ જે ક્યારેય ના કરવી જોઈએ.

Image Source

ગરીબ અને અસહાય લોકોને પીડા ના આપવી:
જ્યોતિષ શસ્ત્ર પ્રમાણે શનિદેવને ગરીબ અને અસહાય લોકોના રક્ષક તરીકે માનવામાં આવે છે. એવામાં જો કોઈ વ્યક્તિ ગરીબ અને અસહાય લોકોને પીડા આપે છે, દંડ આપે છે અને એવા લોકો ઉપર શનિની ખરાબ નજર પાડવા લાગે છે.

Image Source

શનિવારે લોખંડની ખરીદી ના કરવી:
શનિવારના દિવસને શનિદેવના દિવસ તરીકે માનવામાં આવે છે. શનિવારના દિવસે લોખંડની કોઈ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ. જે લોકો શનિવારના દિવસે લોખંડની કોઈ વસ્તુ ખરીદે છે તે લોકો ઉપ્પર શનિદેવની કુદૃષ્ટિ પડવા લાગે છે. શનિની કુદૃષ્ટીના કારણે માણસ કંગાળ થવા લાગે છે. શનિવારના દિવસે લોખંડી વસ્તુ ખરીદવાના બદલે તેનું દાન કરવું જોઈએ.

Image Source

શનિવારે તેલની ખરીદી ના કરવી:
શનિવારના દિવસે તેલની પણ ખરીદી ના કરવી જોઈએ, કે ના તેલને માથામાં લગાવવું કે ના તો માલિશ પણ કરવી જોઈએ, શનિવારના દિવસે ખાસ શનિદેવને તેલ ચઢાવવું જોઈએ.

Image Source

ઘરે આવેલા બ્રામ્હણ અને ગરીબોને ખાલી હાથ ના કાઢવા:
જે લોકો પોતાના ઘરે આવેલા બ્રામ્હણ અથવા તો ગરીબ વ્યક્તિને દાન આપ્યા વિના પાછા મોકલી દે છે તે લોકોની કુંડળીમાં શનિ અશુભ પ્રભાવ આપવા લાગે છે. માટે ઘરે આવેલા બ્રામ્હણો અને ગરીબોને અવશ્ય દાન કરવું જોઈએ. તેમને ક્યારેય ખાલી હાથે પાછા ના કાઢવા.

Image Source

કોઈના ચપ્પલ ના પહેરવા:
ચપ્પલને પણ આપણે પનોતી માનતા હોઈએ છીએ, એવામાં કોઈપણ વ્યક્તિના બુટ ચપ્પલને પણ ના લેવા જોઈએ, આમ કરવાથી પણ શનિનો પ્રભાવ તમારા જીવનમાં પાડવા લાગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.