દરિયાની અંદરથી ઘણીવાર માછીમારોને અલગ અલગ પ્રકારના જીવો અને અલગ અલગ પ્રકારની માછલીઓ મળતી હોય છે. હમણાં થોડા સમય પહેલા જ મુંબઈના એક માછીમારના હાથમાં એવી જ એક અદભુત માછલી મળી આવી, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.
મુંબઈના પાલઘરમાં એક માછીમાર જયારે માછલીઓ પકડવા માટે દરિયામાં ગયો હતો તે દરમિયાન જ તેની જાળમાં એક અજીબો ગરીબ માછલી ફસાઈ. જેને લોકોના મનમાં એક કુતુહલ જણાવ્યું હતું.

માછલીના જાણકારોનું કહેવું છે કે આ માછલી આંદામાન નિકોબાર અને બંગાળની ખાડીના સમુદ્ર તટની આસપાસ મળી આવે છે. આ માછલી શિકાર થવાથી બચવા માટે ઉડી જાય છે અને પાછી સમુદ્રમાં આવી જાય છે. જાણકારોનું એ પણ કહેવું છે કે આ માછલી થોડા મીટર સુધી જ ઉડવાની ક્ષમતા ધરાવે છે.
આ માછલીને પકડનારા માછીમાર પ્રદીપ પાટીલનું કહેવું છે કે, “મેં સમુદ્ર જાળ નાખી જેમાં આ માછલી ફસાઈ ગઈ, મેં તેને જીવતા જોઈ હતી, પરંતુ ઘરે લાવતી વખતે જ તે મરી ગઈ. આ પહેલા મેં આવી માછલી નથી જોઈ. મારા ઉપર ભગવાનની કૃપા છે માટે મને આવી માછલી મળી.”
ફ્લાયિંગ ફિશ એટલે કે ઊડતી માછલીનો આ વીડિયો તમને પણ જોવો ગમશે જે બીબીસી અર્થ દ્વારા પોસ્ટ થયેલ છે જેને 2 કરોડથી વધુ વખત જોવાયેલ છે: