અજબગજબ

માણસો જેવો છે આ માછલીના ચહેરાનો આકાર, સોશિયલ મીડિયામાં તસવીરો થઇ રહી છે વાયરલ

દુનિયાભરમાં ઘણા એવા પ્રાણીઓ છે જેનો દેખાવ માણસો સાથે મળતો આવે છે, આવા પ્રાણીઓ જોઈને આપણને પણ ઘણીવાર અચરજ થાય. ઘણા જીવોને જોઈને માણસોને અચરજ પણ થાય છે. આવા ઘણા દરિયાઈ જીવો પણ હોય છે જે દેખાવમાં સાવ જુદા અને વિચારવા મજબુર કરી દે તે પ્રકારના હોય છે.

એવી જ એક માછલી પણ દરિયામાંથી મળી આવી છે. આ માછલીના ચહેરાને જોતા એમ જ લાગે કે તે માછલીનો નહિ પરંતુ માણસનો ચેહરો છે. સોશિયલ મીડિયા ઉપર આ માછલીની તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે, અને લોકો તેને જોઈને નવાઈ પણ પામી રહ્યા છે.

આ માછલીના હોઠ અને દાંત અદ્દલ માણસના જેવા જ છે. કેટલાય લોકોએ આ માછલીના ફોટોને એડિટ કરીને હાથ પણ લગાવ્યા છે. ઘણા લોકોએ એડિટ કરી અને તેને વધુ સુંદર બનાવી દીધી હતી.

Image Source

આ માછલીની તસ્વીર રફ્ફ નાસીર નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી હતી એને પણ આ ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે “આ ના હોઠ મારા કરતા પણ સુંદર છે.” સોશિયલ મીડિયામાં આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.

Image Source

આવા ઘણા અચરજ પમાડે તેવા જેવો સૃષ્ટિ ઉઅપરથી મળી આવે છે, ત્યારે મનમાં એમ પણ પ્રશ્ન થાય કે “એ આપણા જેવા છે કે આપણે એમના જેવા ?”. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ માછલી મલેશિયામાં મળી આવી છે. જેને ટ્રિગરફીશ કહેવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.