લગ્નની પહલી વર્ષગાંઠ પર મોતના મોંમા ચાલ્યા ગયા પતિ-પત્ની, જશ્ન મનાવ્યાની થોડીવાર બાદ થમી ગયા શ્વાસ

લગ્નની વર્ષગાંઠ મોત બનીને આવી : મોડી રાત્રે ઢાબા પર ખાવાનું ખાઇને…અચાનક જ મળ્યું દર્દનાક મોત

દરેક કપલ લગ્નની પ્રથમ વર્ષગાંઠની આતુરતાથી રાહ જોતા હોય છે. તેને યાદગાર બનાવવા માટે તે ઘણુ પ્લાનિંગ પણ કરતા હોય છે. પરંતુ જો આ દિવસે કોઈ કપલનો એક્સીડન્ટ થઇ જાય તો ? આવી કલ્પના કરવા જતા જ હૈયુ હચમચી જતુ હોય છે. રાજસ્થાનના પાલી જિલ્લામાંથી આવા જ એક હૃદયને હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. જ્યાં લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પતિ-પત્ની હસતા-હસતા પાછા ફરી રહ્યા હતા ત્યારે એવો ભયંકર અકસ્માત થયો કે મોત આવીને તેમને લઇ ગયુ. મુંબઈના ભિવંડી હાઈવે પર એક રોડ અકસ્માત થયો છે, જેમાં રાજસ્થાનના રહેવાસી પતિ-પત્ની અને પત્નીના ભાઇ સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ કપલ તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ મનાવીને પરત ફરી રહ્યું હતું ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો.

ત્રણેયના મૃતદેહ સોમવારે મુંબઈથી પાલી લાવવામાં આવ્યા હતા. પત્ની મીના સાથે પાલી જિલ્લાના જાવલી ગામના રહેવાસી વીરમારામ ઘાંચીને રવિવારે મોડી રાત્રે મુંબઈના થાણેના ઉપનગરમાં ભિવંડી હાઈવે પર એક અજાણ્યા વાહને સ્કૂટીને ટક્કર મારી હતી. અકસ્માતમાં પાલી જિલ્લાના જવલી ગામના રહેવાસી વીરમારામ ઘાંચી, તેમની પત્ની મીના અને તેમના સાળા કે જેઓ રાજેન્દ્ર નગર પાલીમાં રહે છે તે ડો. હેમરાજ ઉર્ફે બબૂલ ભાટીનું અકસ્માતમાં મોત થયું હતું.

પાલીના રાજેન્દ્ર નગરમાં રહેતા હેમરાજ ઉર્ફે બાબૂલ ભાટી નામના ડો. 26મી ડિસેમ્બરે બહેનના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે બહેનને અભિનંદન આપવા મુંબઈ ગયો હતો. વીરમારામ મુંબઈના થાણેના મુંબ્રા વિસ્તારમાં ગોદાવરી બિલ્ડિંગના ફ્લેટમાં રહેતા હતા. જે મુંબઈમાં જ મેડિકલ સ્ટોર ચલાવે છે. તેના લગ્ન 26 ડિસેમ્બર 2020ના રોજ પાલીની મીના સાથે થયા હતા.

રવિવારે તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ હતી. તો મીનાના ભાઈ હેમરાજ ભાટી પણ અભિનંદન આપવા પાલીથી મુંબઈ આવ્યા હતા. ત્રણેય રાત્રે સ્કૂટી પર ભિવંડી હાઈવે સ્થિત ઢાબા પર ખાવા માટે ગયા હતા. તે ભોજન ખાઈને ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પરિવારજનોને જાણ કરી હતી.

Shah Jina