અભિનેત્રી અનુષ્કા શર્મા આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. તે આગળના ઘણા સમયથી પતિ વિરાટ કોહલી સાથે વિવાહિત જીવન વિતાવી રહી છે. બંન્નેએ વર્ષ 2017 માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી હવે વિરાટે અનુષ્કા સાથેની પહેલી મુલાકાતનો ખુલાસો કર્યો છે.
જણાવી દઈએ કે વિરાટ-અનુષ્કા એક શેમ્પુની કોમર્શિયલ જાહેરાતના દરમિયાન મળ્યા હતા. અનુષ્કા સાથેની આ પહેલી મુલાકાતમાં વિરાટ ખુબ જ ગભરાઈ ગયા હતા.
તાજેતરમાં જ વિરાટ કોહલી અમેરિકન હોસ્ટ ગ્રાહમ બેનસિંગરના ટોક શો ‘ડેપ્થ વિદ ગ્રાહમ બેનસિંગર’માં પહોંચ્યા હતા. જ્યા તેણે પોતાના ક્રિકેટની સાથે સાથે વ્યક્તિગત જીવન વિશેના પણ ખુલાસાઓ કર્યા હતા. વિરાટે કહ્યું કે તે અનુષ્કાને પહેલી વાર વર્ષ 2013 માં શેમ્પુની જાહેરતના દરમિયાન મળ્યા હતા, એવામાં પહેલી વાર અનુષ્કાને મળવાને લિધે તે થોડા નર્વસ હતા અને ગભરાઈ ગયા હતા.
વિરાટે તે સમયને યાદ કરતા કહ્યું કે,”મેં મારી ગભરાહટને છુપાવવા માટે થોડી મજાક પણ કરી હતી, કેમ કે મને ખબર ન હતી કે શું કરવાનું છે”.
વિરાટે કહ્યું કે,”મેં મજાકમાં કદાચ એવું કહી દીધું હતું જે કદાચ યોગ્ય ન હતું. જ્યારે અનુષ્કા હાઈ હિલ્સ પહેરીને સેટ પર પહોંચી તો તે ખુબ જ લાંબી દેખાઈ રહી હતી. પછી મેં મજાક કરવાના હેતુથી પૂછ્યું કે,”શું તમને આનાથી વધારે ઊંચી હિલ્સ ન મળી? એવામાં અનુષ્કાએ કહ્યું કે,”એક્સ્ક્યુઝમી” અને પછી મેં કહ્યું કે, આઈ એમ જસ્ટ જોકિંગ”.
વિરાટે આગળ કહ્યું કે,”મારો આ મજાક વાસ્તવમાં મારા માટે એક વિચિત્ર ક્ષણ જેવો હતો. હું પાગલોની જેમ વર્તાવ કરવા લાગ્યો હતો”.
વિરાટે કહ્યું કે,”હું શેમ્યુની જાહેરાત માટે ખુબ જ ઉત્સાહિત હતો, જ્યારે મેં મેનેજરને પૂછ્યું કે મારી સાથે બીજું કોણ છે તો તેણે અનુષ્કા શર્માનું નામ લીધું. આ વાત સાંભળીને હું ખુબ જ હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે એક બૉલીવુડ કલાકાર સાથે હું કેવી રીતે એક્ટિંગ કરી શકીશ? હું એકદમ પાગલ જેવો જ દેખાઈશ, મને સમજણમાં આવતું ન હતું કે શું કરું, પણ તેના પછી મેનેજરે મને થોડી સાંત્વના આપી”.
આ સિવાય ઇટલીમાં ગુપચુપ લગ્ન કરવા વિશે પૂછવા પર વિરાટે કહ્યું કે,”લગ્નની બધી જ પ્લાનીંગ અનુષ્કાએ કરી હતી કેમ કે તે સમયે હું સિરીઝમાં વ્યસ્ત હતો.માટે અનુષ્કાએ જ લોકેશન પસંદ કરી હતી અને બાકીની બધી જ વસ્તુઓ ફાઇનલ કરી હતી. અમારે લગ્નને પ્રાઇવેટ રાખવાના હતા, તેના સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો”.
View this post on Instagram
My moon , my sun , my star , my everything 🥰 Happy karva chauth to all 🌕🎉
અનુષ્કા-વિરાટે ચાર વર્ષ સુધી ડેટ કર્યા પછી વર્ષ 2017 માં ઇટલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. મુંબઈ આવ્યા પછી બંન્નેએ મુંબઈ અને દિલ્લીમાં બે વાર રીશેપ્શન પાર્ટી આપી હતી, જેમાં ક્રિકેટ જગતની લઈને બૉલીવુડ કિરદારોનો જમાવડો જોવા મળ્યો હતો.
અનુષ્કા શર્મા છેલ્લી વાર ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે કૈટરીના કૈફ અને શાહરુખ ખાન પણ જોવા મળ્યા હતા. અનુષ્કાએ હજી સુધી પોતાની આગળની કોઈ ફિલ્મ વિશેની જાણકારી નથી આપી.
જુઓ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks