આ ગુજરાતી ડોક્ટર પોતાના જ વીર્યથી પોતાના જ બાળકને જન્મ આપશે- આખી કહાની વાંચીને સ્તબ્ધ થઇ જશો
પુરુષ તરીકે જન્મેલા, અને હવે સ્ત્રી બનવાં જઈ રહેલાં એક ગુજરાતી ટ્રાન્સવુમન ડૉક્ટરે માતા બનવા માટે પોતાનું જ વીર્ય ફ્રીઝ કરાવ્યું છે. મૂળ ગોધરાનાં 25 વર્ષીય ડૉ. જેસનૂર ડાયરાએ હાલમાં જ રશિયન યુનિ.માંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે બાળકની માતા બનવાની તેમની ઈચ્છા છે, તેના પિતા પણ પોતે જ હોય તે માટે તેમણે આણંદના એક ફર્ટિલિટી સેન્ટરમાં સોમવારે x ચેન્જ ઓપરેશન પહેલા પોતાનું વીર્ય ફ્રીઝ કરાવ્યું હતું. (Image Credit/Instagram-norah_joyceofficial)
જણાવી દઈએ કે, મૂળ ગોધરાના રહેવાસી જેસનૂર જન્મ બાદ જેમ-જેમ મોટો થતો ગયો, તેમ-તેમ તેની આદતો બદલાવા લાગી. જ્યારે આ કિશોર 8માં ધોરણમાં પહોંચ્યો, ત્યારે તે છોકરીઓના કપડા પહેરવા લાગ્યો હતો. આ સિવાય છોકરીઓની જેમ શણગાર કરવા લાગ્યો હતો. જો કે તેના પરિવારજનો ઈચ્છતા હતા કે, તે છોકરા તરીકે જ જીવે. ધીમે-ધીમે સમય પસાર થતો ગયો અને આ છોકરો MBBS કરવા માટે રશિયા જતો રહ્યો. જ્યાં અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો, ત્યારે તેના હાવભાવ યુવતીઓ જેવા થઈ ગયા હતા. હવે જેસનૂર મહિલા બનીને માતા બનવાનું સુખ ભોગવવા માંગે છે. આ માટે આગામી દિવસોમાં તે ઓપરેશન કરાવીને પુરુષમાંથી મહિલા બની જશે.
ડૉ. જેસનૂન દાયરા ગુજરાતની પહેલી ટ્રાન્સવુમન ડૉક્ટર છે. તેનો જન્મ એક પુરુષ તરીકે જ થયો હતો, પરંતુ તેને એવું લાગતું હતું કે તેની અંદર એક મહિલાનો જીવ છે. તેને મહિલાઓની જેમ વિચારવું તથા તેમના જેવા કપડાં પહેરવા ગમતા હતા. શરૂઆતમાં તેણે આ વાત પરિવારથી છુપાવીને રાખી હતી. જોકે, જ્યારે તે રશિયામાં એમબીબીએસનું ભણવા ગઈ ત્યારે તે દરમિયાનમાં તેનામાં હિંમત આવી. તેણે મહિલા બનાવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.
જેસનૂરના આ નિર્ણયમાં હવે પરિવાર તથા સંબંધીઓનો પણ સાથ મળ્યો છે. હવે તે પોતાની અલગ ઓળખથી લાઈફ જીવવા માગે છે. દરેક મહિલાની જેમ જ ડૉ. જેસનૂર દાયરા પણ માતૃત્વનો આનંદ મેળવવા માગે છે. તેણે આ માટે પૂરું પ્લાનિંગ કર્યું છે. ચેન્જ કરાવતા પહેલાં તે પોતાના સીમન ફ્રીઝ કરાવશે. ડૉ. જેસનૂર સરોગસીની મદદથી માતા બનશે. તે પોતાના સ્પર્મ ડોનર એગની સાથે મેળવીને સરોગેટ માતાના ગર્ભમાં પ્લાન્ટ કરશે.
ડૉ. દાયરાએ આણંદની એક IVF હોસ્પિટલમાં પોતાનું વીર્ય ફ્રીઝ કરાવ્યું છે. ભવિષ્યમાં યોગ્ય સમય આવે ત્યારે તે તેના જ દ્વારા માતા પણ બની શકશે. ડોનર એગ, તેના સ્પર્મ અને સરોગેટ મધર દ્વારા ડાયરાનું સપનું પૂરું થઈ શકે છે. બીજી તરફ, લોકસભામાં પસાર થઈ ચૂકેલા ધ સરોગસી (રેગ્યુલેશન) બિલ, 2019 અનુસાર એકલા પુરુષ, લીવ-ઈનમાં રહેતું કપલ કે LGBTQ કપલ સરોગસી અપનાવી ના શકે તેવી તેમાં જોગવાઈ છે. જોકે, આ બિલ હજુ રાજ્યસભામાં પસાર નથી થયું અને ત્યારબાદ પણ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાની રહેશે.
જોકે, ડાયરાનું કહેવું છે કે માતા બનવા માટે તે દુનિયાના જે પણ દેશમાં સરોગસીના વિકલ્પ ઉપલબ્ધ “હશે તે અપનાવવા માટે તૈયાર છે. પોતાની જાતને સ્વીકારવી અને પરિવારજનો તેમજ સમાજનો પણ તેના પ્રત્યે દ્રષ્ટિકોણ બદલવો ખૂબ જ હિંમતનું કામ છે. હું મારા જીવનનો અને બાયોલોજિકલ પેરન્ટ્સ બનવા માગતા મારા જેવા લોકો માટે એક નવો અધ્યાય લખવા માગું છું.” તેમ ડૉ. દાયરા જણાવે છે.
View this post on Instagram