શનિવારને અમાસ પર થવા જઈ રહ્યું છે આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ! આ રાશિના લોકોની કિસ્મત ચમકી જશે

નવા વર્ષની આ શરૂઆત થયાને ત્રણ મહિના થઈ ગયા છે. હવે આ નવા વર્ષ 2022માં પહેલું સૂર્ય ગ્રહણ થોડા દિવસોમાં જ જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ 30 એપ્રીલના રોજ જોવા મળશે. આમ તો આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે જેથી તેનું સૂતક પણ ભારતના લોકોને લાગું નહીં પડે. જો કે જ્યોતિષાચાર્યોના જણાવ્યાં પ્રમાણે આંશિક સૂર્ય ગ્રહણ હોવા છતા તેની અસર બધી રાશિઓ પર જોવા મળશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા,દક્ષિણ પ્રશાંત મહાસાગર વગેરે જગ્યાઓ પર જોવા મળશે.

આ ગ્રહણ અમાસના દિવસે થશે અને આ દિવસે શનિવાર છે. શનિવારના દિવસે આવતી અમાસને શનિચરી અમાસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે શનિચરી અમાસના દિવસે સ્નાન, દાન અને પિતૃ તર્પણ કરવાનો રિવાજ છે. પરંતુ આ વખતે આ દિવસે સૂ્ર્ય ગ્રહણ હોવાને કારણે ગ્રહણ શરૂ થાય તે પહેલા જ પિતૃને શ્રાદ્ધ અને સ્નાન કરીને દાન કરવાથી લાભ થશે. આ સૂર્ય ગ્રહણ 30 એપ્રીલની રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે.તેથી તે પહેલા જ પિતૃને શ્રાદ્ધ અને તર્પણ કરવું યોગ્ય રહેશે.

30 એપ્રીલના રોજ થનાર સૂર્ય ગ્રહણ વૃષભ રાશિમાં લાગશે. તેના 15 દિવસ બાદ 15 મેના રોજ આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ પણ થશે. આ સમયગાળો ત્રણ રાશિના લોકો માટે શુભ સાબિત થશે.

1.વૃષભ રાશિ- આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ જ રાશિમાં લાગશે. આ સમય વૃષભ રાશિના લોકોની કેરિયર માટે સારો સાબિત થશે. આ ઉપરાંત વેપાર ધંધો કરતા લોકો માટે આ સમય દરમિયાન સારો નફો કમાવાનો મોકો મળશે. આ ઉપરાંત કોઈ નવું કામ કરવાનો પણ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત કોઈ એવી ઘટના બનશે જેનાથી તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે અને સુખ શાંતિ વધશે.

2.સિંહ રાશિ- સિંહ રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ થશે. અટવાયેલા નાણા પરત મળશે. વેપારમાં વૃદ્ધિ થશે. આ ઉપરાંત વિદેશ યાત્રાનો પણ યોગ બની રહ્યો છે. નોકરીમાં પ્રમોશન મળશે.

3.ધન રાશિ- ધન રાશિના લોકો માટે આ સમય શુભ સાબિત થશે. નવા નવા અવસરો ઉભા થશે. પરિવારનો સાથ મળશે. અટકેલા કામ પૂર્ણ થશે. નવું ઘર લેવાનો પણ યોગ બનશે. ઓફિસમાં તમારા કામની કદર કરવામાં આવશે.

YC