નવરાત્રીમાં દુર્ગા પૂજા પંડાલનું કરવામાં આવ્યું ડોગ સ્ક્વોડ દ્વારા ઉદ્દઘાટન, પહેલીવાર બન્યો પેટ ફ્રેન્ડલી પંડાલ, ઇન્ટરનેટ યુઝર્સ પણ હેરાન, જુઓ વીડિયો

નવરાત્રીમાં આ જગાએ બન્યો પહેલો પેટ ફ્રેન્ડલી માતાજીનો પંડાલ, જેમાં પાલતુ શ્વાન અને બિલાડીને લઇ જવાની છે મંજૂરી, જુઓ વીડિયો

ભારતમાં આજે મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ પેટ્સ રાખતા હોય છે. પરંતુ આપણા દેશમાં દરેક જગાએ પેટ્સને લઇ જવાની મંજૂરી આપવામાં નથી આવતી. કેટલાક સ્થળો ઉપર ખાસ પેટ ઝોન પણ બનાવવામાં આવે છે. ત્યારે હાલ નવરાત્રીનો સમય હોય ઠેર ઠેર માતાજીના પંડાલો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ મોટા મોટા પંડાલોમાં પેટ્સને લઇ જવાની મંજૂરી આપવામાં નથી આવતી. ત્યારે હાલ એક ખબર સામે આવી છે જેને ઇન્ટરનેટ યુઝર્સને હેરાનીમાં મૂકી દીધા છે.

નવરાત્રી અથવા દુર્ગા પૂજાએ ફક્ત ગુજરાતીઓ માટે જ નહિ બંગાળીઓ માટે સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. આ દિવસોમાં કોલકાતામાં મા દુર્ગાના પંડાલો માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં અલગ-અલગ સ્થળોએ લોકો પંડાલોની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે. આ પંડાલમાં મનમોહક અને ખૂબ જ અલગ કલા શૈલીઓ પણ બતાવવામાં આવી રહી છે. આ ક્રમમાં કોલકાતામાં એક પૂજા પંડાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે.

ચર્ચામાં આવેલા આ પંડાલના ઉદ્ઘાટન માટે કોલકાતા પોલીસની ડોગ સ્કવોડના ચાર ખાસ સભ્યો હાજર રહ્યા હતા. કોલકાતા પોલીસે શેર કરેલી તસવીરમાં ચાર શ્વાન દેવતા સમક્ષ નમતા જોઈ શકાય છે. આ તસવીરોએ લોકોના દિલ જીતી લીધા છે. કોલકાતા પોલીસની આ પોસ્ટને ઓનલાઈન યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો પણ કોલકાતા પોલીસના આ પ્રયાસના ખૂબ વખાણ કરી રહ્યા છે.

લોકોએ આ દુર્ગા પૂજા પંડાલની આ શૈલીને ખૂબ જ અલગ અને પ્રશંસનીય ગણાવી છે. સોશિયલ મીડિયા પર કોલકાતા પોલીસની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ દુર્ગા પૂજા પંડાલની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં પેટ ફ્રેન્ડલી દુર્ગા પૂજા પંડાલ જોવા મળે છે. આ વર્ષે પ્રથમ વખત, કોલકાતા પોલીસની ડોગ સ્ક્વોડની ચાર ટીમોએ રાજ્યની પ્રથમ પાલતુ મૈત્રીપૂર્ણ દુર્ગા પૂજાના ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી છે. આ પેટ થીમ આધારિત પંડાલની ઘણી તસવીરો કોલકાતા પોલીસે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ફોટો શેર કરતાં, કોલકાતા પોલીસે પોસ્ટમાં લખ્યું, “અમારી ડોગ સ્ક્વોડના ચાર સભ્યો – લેબ્રાડોર્સ મોલી અને કેમ્ફોર અને જર્મન શેફર્ડ્સ લિઝા અને ડિંકી – કોલકાતાની પ્રથમ પેટ ફ્રેન્ડલી દુર્ગા પૂજાના ઉદ્ઘાટનમાં મહાલયની સાંજે મુખ્ય અતિથિ તરીકે. સૌજન્ય બિધાન સરની એટલાસ ક્લબ છે. આ પહેલીવાર છે જ્યારે અમારી ડોગ સ્કવોડે દુર્ગા પૂજામાં ભાગ લીધો છે. આ ઉપરાંત યુઝર્સ આ અનોખા પંડાલની તસવીરો જોઈને વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, મોલી ડિંકી કપૂર મા દુર્ગા તમને બધાને આશીર્વાદ આપે. અન્ય એક યુઝરે લખ્યું, આ બધા ખૂબ જ સુંદર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પેટ ફ્રેન્ડલી દુર્ગા પૂજા પંડાલમાં લોકો તેમના પાલતુ શ્વાન અને બિલાડીઓ સાથે મા દુર્ગાના દર્શન કરવા માટે આવી શકે છે. આ ઉપરાંત શ્યામબજારમાં બિધાન સરની એટલાસ ક્લબના પંડાલે રખડતા અને દેશી જાતિના શ્વાનોને તેમની થીમ તરીકે બનાવ્યા હતા. કોલકાતા પોલીસે સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીરોમાં ચાર શ્વાન માતાજીની સામે નમતા જોઈ શકાય છે. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

Niraj Patel