જ્યોતિષ શાસ્ત્ર

10 જાન્યુઆરી વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, જુઓ તમારી રાશિ ઉપર શું પ્રભાવ થશે

વર્ષ 2020નનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી થશે. આ ચંદ્રગ્રહનો સમય શુક્રવારે રાતે 10 વાગ્યેને 38 મિનિટથી રાતે 2 વાગ્યે 42 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહને માઘ ચંદ્ર ગ્રહણ હશે. આ ગ્રહણ ભારત સિવાયના કેનેડા, બ્રાઝીલ, અર્જેટીના અને અમેરિકા જેવા દેશોમાં જોવા મળશે. સામાન્ય રીતે ગ્રહણના સમયમાં ધાર્મિક કાર્યનો ઇન્કાર કરવામાં આવે છે, પરંતુ કોઈ સૂતક કાળ ના હોય બધા ધાર્મિક કાર્યો સંપન્ન થશે.

Image Source

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ ચંદ્રગ્રહણ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં થશે.

આવો જાણીએ આ ચંદ્રગ્રહણની વિવિધ રાશિ પર શું અસર થશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries):

મેષ રાશિના જાતકો ઉપર ચંદ્ર ગ્રહણ સામાન્ય પ્રવાહ જોવા મળશે.તમારે તમારી વાણી ઉપર સંયમ રાખો નહીતો ગ્રહના પ્રભાવથી તમને નુકસાન થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):

વૃષભ રાશિના જાતકો માટે ગ્રહણના પ્રભાવથી બચવા માટે કોઈપણ પ્રકારની લાપરવાહી ન કરવી. ધનહાનિ ના યોગ બની રહ્યા છે.ખર્ચાઓ પર સાવધાની રાખવી કોઈપણ કામ બીજાના ભરોસે ન રાખો નહીં તો હાનિ થશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):

ચંદ્રગ્રહણ નો સૌથી વધારે પ્રભાવ મિથુન રાશિના જાતકો ઉપર પડી રહ્યો છે. ધ્યાન રાખો કોઈપણ પ્રકારની લાપરવાહી ન કરવી. તેના માટે તમારે સતર્ક રહેવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં મધુરતા લાવવા માટે ઈષ્ટ દેવની આરાધના કરવી.

4. કર્ક – ડ, હ (Cancer):

કર્ક રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ ખૂબ જ પ્રભાવશાળી રહેશે.તમારા ખર્ચા ઉપર ધ્યાન રાખો. અચાનક યાત્રાના યોગ બની રહ્યા છે.વિદેશયાત્રાના પણ યોગ સારા બની રહ્યા છે.પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

5. સિંહ – મ, ટ (Lio):

સિંહ રાશિના જાતકો માટે શુભ રહેશે ગ્રહના પ્રભાવથી તમને અપ્રત્યાશિત લાભની સંભાવના બની રહી છે. તેમજ આય મા વૃદ્ધિના યોગ બની રહ્યા છે.જરૂરી કામ માટે મિત્રની મદદ મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):

કન્યા રાશિના જાતકો માટે ગ્રહણ નું પરિણામ mix મળશે .આ રાશિના જાતકોએ સમયસર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં કામની અધિકતા વધારે જોવા મળશે. સાવધાનીથી કામ કરવુ.

7. તુલા – ર, ત (Libra):

તુલા રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ સામાન્ય ફળ આપશે. આ રાશિના જાતકોએ કરીઅરને લઈને સતર્ક રહેવાની જરૂર છે.નહીં તો તમારું કામ બગડશે પરંતુ તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે.આ સમય દરમિયાન તમારે થોડું ધ્યાન રાખીને સાંભળવું.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
વૃષીક રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ સામાન્ય પ્રભાવ આપશે. મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મામલો માં સાવધાની રાખવાની જરૂર છે.પરિવારના સદસ્યો ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.ચંદ્ર ગ્રહણ ના પ્રભાવથી બચવા માટે ઈષ્ટ દેવની આરાધના કરવી.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ધનુ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ સામાન્ય પ્રભાવ આપશે.કોઈપણ નિર્ણય લેતા પહેલાં વિચારીને નિર્ણય લેવો ખાસ કરીને ધન સંબંધી બાબતમાં સમજી-વિચારીને નિર્ણય લેવો. આ સમયમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે . દેવ ગુરુ બૃહસ્પતિ દેવની ની આરાધના કરવી. જેનાથી તમને લાભ મળશે.

10. મકર – જ, ખ (Capricorn):

મકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ સારા યોગ લઈને આવી રહ્યું છે.ગ્રહણથી તમારા શત્રુ હોવાથી તમને રાહત મળશે.સ્વાસ્થ્ય પણ સારી રહેશે કાર્યોમાં વિજયના યોગ બની રહ્યા છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):

કુંભ રાશિના જાતકો માટે આ ચન્દ્રગ્રહણ શુભ ફળદાયક રહેશે.આર્થિક લાભ મળશે.પ્રેમ સંબંધોમાં સમય શુભ રહેશે. love relationship સ્ટ્રોંગ બનશે .ઘરના સદસ્ય નું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

મીન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ mix પરિણામ લઇને આવી રહ્યું છે.સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું. પરંતુ બીજી તરફ કરિયરમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.પ્રોપર્ટી લઇને થોડી સાવધાની રાખવી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.