જ્યોતિષ શાસ્ત્ર

આ બે અક્ષરવાળી છોકરીઓ સાથે લગ્ન કરશો તો ક્યારેય નહીં આવે કંટાળો, આપશે ભરપૂર પ્રેમ પણ, વાંચીને તમારા પાર્ટનર વિશે જરૂર કહેજો

દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તેના લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થાય જે તેનું સન્માન કરે, ભરપૂર પ્રેમ કરે અને દરેક પરિસ્થિતિમાં સાથે રહે પરંતુ આવું પાત્ર કિસ્મતવાળા વ્ય્કતિનને જ મળતું હોય છે, ઘણી બાબતોમાં જોવા જઈએ તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ કેટલીક બાબતો મેલ ખાતી હોય છે અને એના કારણે આપણા દેશમાં કુંડળી મેળવવાના ઘણા ઉદાહરણો મળી આવે છે.

Image Source

ઘણા ઘરમાં પણ કુંડળી મેળવ્યા બાદ જ લગ્ન કરવામાં આવતા હોય એવું પણ આપણે જોયું છે, ઘણા લોકો આ કુંડળીમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ નથી કરતા અને તેમના જીવનમાં જયારે પોતાના પાર્ટનર દ્વારા અણબનાવ થયાનું સામે આવે છે ત્યારે તે પણ આ બાબતોમાં વિશ્વાસ કરવા લાગી જાય છે અને તેમને પણ ત્યારે અફસોસ થતો હોય છે કે જો કુંડળી મેળવી હોત તો સારું હતું.

Image Source

આજે આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી જ બે અક્ષરવાળી છોકરીઓની વાત કરવાના છીએ જેની સાથે જો તમારા લગ્ન થશે અથવા થયા હશે તો તમને જીવનમાં ક્યારેય કંટાળો નહિ આવે સાથે સાથે આ વ્યક્તિઓ તમને ભરપૂર પ્રેમ પણ કરશે.

Image Source

અમે જે બે અક્ષરની વાત કરીએ છીએ એમાં પહેલો અક્ષર છે A. A એટલે કે અ નામથી શરૂ થતી છોકરીઓ સાહસિક અને મગજ વાપરીને કામ કરનારી વ્યક્તિઓ હોય છે. આ અક્ષરની છોકરીઓ ધાર્મિક હોવાની સાથે ધર્મનું પાલન પણ સારી રીતે કરે છે. લગ્નજીવનમાં આ પ્રકારની છોકરીઓનું યોગદાન જોઈએ તો તે પરિવારને સાથે રાખીને ચાલે છે અને પોતાના પાર્ટનરને ખુબ જ પ્રેમ પણ કરે છે.

Image Source

બીજા અક્ષરની વાત કરીએ તો એ અક્ષર છે S. S એટલે સ. સ અક્ષરથી શરૂ થતા નામ વળી છોકરીઓ ખુબ જ ગંભીર હોય છે આને એ દરેક સંબંધને ખુબ જ ગંભીરતાથી નિભાવે પણ છે. તે ખુબ જ ઈમાનદાર પણ હોય છે અને પોતાના સંબંધને દિલથી નિભાવવામાં માને પણ છે. આ અક્ષરવાળી છોકરીઓની કલહંસ વાત એ છે કે તેમને પોતાના પાર્ટનર સાથે હરવા ફરવાનું પણ વધારે ગમે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.