ભારતની પહેલી લેડી જાસૂસ ! કયારેક પ્રેગ્નેટ બની તો કયારેક નોકરાણી બની સોલ્વ કર્યા 80 હજાર કેસ

દેશની પહેલી લેડી જાસૂસ, કયારેક નોકરાણી તો કયારેક પ્રેગ્નેટ મહિલા બનીને સોલ્વ કર્યા 80000 કેસ, આ છે રસપ્રદ સ્ટોરી

ઘણા લોકો ખૂબ અભ્યાસ કરીને સફળતા મેળવે છે, કેટલાકને અનુભવ અનુસાર સફળતા મળે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને નિયતિએ જ તૈયાર કરીને મોકલ્યા હોય છે. આ લોકો કોઈને કોઈ કૌશલ્ય સાથે જન્મે છે જે તેમને દુનિયાથી અલગ બનાવે છે. આજની કહાની પણ આવી પ્રતિભાશાળી મહિલાની છે. દેશની પ્રથમ મહિલા જાસૂસ રજની પંડિતની આ કહાની છે. એ જ રજની પંડિત જે ભારતના લેડી જેમ્સ બોન્ડ તરીકે પણ ઓળખાય છે. ઘણા વર્ષો પહેલાની વાત છે, તે સમયે રજનીની ઉંમર 22 વર્ષની હશે. તે કોલેજમાં હતા, ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં. તેમના મનમાં હંમેશા એવું હતું કે પોતાના પગ પર ઉભા રહેવું જોઈએ અને કોઈના પર નિર્ભર ન રહેવું જોઈએ. આ જ કારણ હતું કે તેમણે ગ્રેજ્યુએશન દરમિયાન કામ કરવાનું શરૂ કર્યું.

રજનીમાં એક વસ્તુ અન્ય કરતા અલગ હતી, તે એવી વસ્તુઓને જોતા હતા જે સામાન્ય લોકો જોઈ શકતા નથી. કોઈ વસ્તુના તળિયે જઈને તેનું સત્ય જાણવું જે બાકીના લોકોથી છુપાયેલું હશે, તે તેમણે સીઆઈડીમાં કામ કરતા પિતા પાસેથી શીખ્યું હતું. તેમણે પિતા પાસેથી જાસૂસીની નાની યુક્તિઓ શીખી હતી. એક સમયે, તે જ્યાં કામ કરતા ત્યાં એક સહકર્મચારી મહિલાએ રજનીને તેની મૂંઝવણ કહી. તેણે કહ્યું કે તેના ઘરમાં ઘરફોડ ચોરી થઈ છે પરંતુ ચોર મળ્યો નથી. મહિલાએ એમ પણ જણાવ્યું કે તેને તેની પુત્રવધૂ પર શંકા છે. તે જાણતી હતી કે રજનીને આ બાબતોમાં વધુ રસ છે અને તે બીજા કોઈ પર વિશ્વાસ પણ કરી શકતી નથી તેથી તેણે આ રહસ્ય ઉકેલવાની જવાબદારી રજનીને આપી.

આજ સુધી પિતાની કહાનીઓ સાંભળેલી રજનીને તેની સામે પોતાની કહાની રચવાનો મોકો મળ્યો. તેણે વિલંબ કર્યા વિના હા પાડી. આ પછી રજનીએ તેની નજર તેના ઘરથી લઈને શેરી સુધીની મહિલા પર નાખી. રજનીની મહેનત રંગ લાવી અને તેણે રહસ્ય ઉકેલી નાખ્યું. ખરેખર મહિલાની શંકા ખોટી હતી, આ ચોરી તે જ મહિલાના પુત્રએ કરી હતી. સવાલના જવાબ મળ્યા બાદ આખરે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ રીતે રજનીએ 22 વર્ષની ઉંમરે પોતાનો પહેલો કેસ સોલ્વ કર્યો હતો.

દેશની પ્રથમ ખાનગી મહિલા જાસૂસ તરીકે જાણીતી રજની પંડિત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. પોતાને ‘દેશી શેરલોક હોમ્સ’ ગણાવતી રજનીની આ સ્ટોરી ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ નામના પેજ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવી છે. તે જણાવે છે કે કેવી રીતે રજનીએ હત્યાના રહસ્યને ઉકેલવા માટે 6 મહિના સુધી એક ઘરમાં નોકરાણી તરીકે કામ કર્યું. ફેસબુક પેજ પર દર્શાવવામાં આવેલી આ કહાનીમાં, રજની કહે છે કે હત્યાનું રહસ્ય તેની ડિટેક્ટીવ કારકિર્દીનો સૌથી પડકારજનક કેસ હતો.

રજનીના પિતા સીઆઈડીમાં હતા તેથી ખૂબ જ નાની ઉંમરે રજનીએ જાસૂસીની યુક્તિઓ શીખી લીધી હતી. 22 વર્ષની ઉંમરે, રજનીની પહેલો કેસ ઉકેલવાની ક્ષમતાની ચર્ચા થઈ અને લોકો તેની પાસે કેસ લઈને આવવા લાગ્યા. રજનીની કારકિર્દીના સૌથી પડકારજનક કેસોમાંનો એક હત્યાનો કેસ હતો, જેમાં તેણે છ મહિના સુધી નોકરાણી તરીકે કામ કરવું પડ્યું હતું. ફેસબુક પોસ્ટમાં રજનીને ટાંકીને લખવામાં આવ્યું હતું કે, ‘મારા કરિયરના સૌથી મુશ્કેલ કેસની તપાસ માટે મારે પુરાવા એકઠા કરવા પડ્યા હતા. મહિલાના પતિ અને પુત્રની હત્યા કરવામાં આવી હતી. પરંતુ ગુનો કોણે કર્યો તે જાણી શકાયું નથી. એક મહિલાની પણ હત્યાની આશંકા હતી. કડીઓ શોધવા માટે હું 6 મહિના સુધી નોકરાણી તરીકે રહી.

રજની કહે છે કે જ્યારે આરોપી મહિલા એક વખત બીમાર પડી ત્યારે તેણે તેની સંભાળ લીધી અને ધીરે ધીરે તેનો વિશ્વાસ મેળવ્યો. પરંતુ એકવાર જ્યારે ઘરમાં કોઈ ન હતું ત્યારે રજનીના રેકોર્ડરમાંથી સહેજ ‘ક્લિક’ અવાજ આવતાં મહિલાને રજની પર શંકા ગઈ. રજનીના કહેવા પ્રમાણે, તે પછી મહિલાએ તેને ઘરની બહાર નીકળતા પણ અટકાવવાનું શરૂ કરી દીધું હતું. રજની આગળ જણાવે છે કે એક દિવસ એક વ્યક્તિ એ મહિલાને મળવા આવ્યો જે ખરેખર ખૂની હતો. રજનીએ ઘર છોડવું પડ્યું કારણ કે તે તેના માટે સોનેરી તક હતી. રજની કહે છે, ‘મેં મારા પગમાં છરી વડે ઇજા પહોંચાડી અને બહાનું કાઢ્યું કે મારે પાટો કરાવવા માટે બહાર જવું પડશે. હું ઘરની બહાર આવી અને નજીકના ટેલિફોન ફોન બૂથ પરથી મારા ક્લાયન્ટને જાણ કરી. મેં તેને પોલીસ સાથે તાત્કાલિક આવવા કહ્યું. તે દિવસે આરોપી મહિલા અને હત્યારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં ખબર પડી કે આ કેસમાં પત્નીનું અફેર હતું અને તેના પ્રેમીએ તેની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી. આગળનું ટાર્ગેટ તેનું બાળક હતું.રજનીએ આવા વધુ બે કેસ ઉકેલ્યા. એકમાં તેણે સગર્ભા સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું અને બીજામાં ફેરીવાળાનું. રજનીએ 1991માં પોતાની એજન્સી ખોલી હતી. અન્ય એક કિસ્સામાં, રજનીની મદદ એક વ્યક્તિએ લીધી હતી જે કામના સંબંધમાં અવારનવાર વિદેશ પ્રવાસે જતો હતો. જેમાં તે વ્યક્તિના 7 વર્ષના પુત્રને દૂર મોકલી દેવામાં આવ્યો હતો અને તે મળ્યો ન હતો. બાદમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિની પત્નીનું કોઈની સાથે અફેર હતું અને તે તેના બોયફ્રેન્ડ સાથે મળીને બાળકને લોનાવલા લઈ ગઈ હતી. બાદમાં બાળક મળી આવ્યું હતું.

ફેસબુક પોસ્ટમાં રજનીએ કહ્યું છે કે તેમણે તમના કરિયરમાં અત્યાર સુધીમાં 80 હજાર કેસ સોલ્વ કર્યા છે. રજનીએ બે પુસ્તકો પણ લખ્યા છે. રજનીનું કામ ખતરનાક છે, તેથી ઘણી વખત  તેમને ધમકીઓ મળી છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2018માં રજની પંડિતની થાણે પોલીસે ધરપકડ કરી હતી. તેના પર તેના ગ્રાહકો માટે ગેરકાયદેસર રીતે કોલ ડિટેલ રેકોર્ડ્સ મેળવવાનો આરોપ છે.

Shah Jina