ખબર

કડવા ચૌથ પર ISRO એ આપી ગિફ્ટ, IIRS એ મોકલી તસ્વીરો- ક્લિક કરીને જુઓ

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો (ISRO) એ ચંદ્ર સપાટીની પ્રથમ તસ્વીર શેર કરી છે. આ તસ્વીર ચંદ્રયાન 2 ના IIRS (ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર) દ્વારા લેવામાં આવી છે. ઇસરોએ કહ્યું કે તેણે ચંદ્રની સપાટી પર સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ શરૂ કરી દીધો છે. ઇસરોએ જણાવ્યું હતું કે IIRSને ચંદ્ર પર સૂર્યની પરાવર્તિત થતી કિરણો, ચંદ્રની સપાટી પર રહેલા ખનિજોને શોધવા માટે ડિઝાઇન કરવાં આવ્યું છે. આ તસ્વીર સામે આવ્યા બાદ ઘણી મહત્વપૂર્ણ માહિતી સામે આવી શકે છે.

આ પહેલા 4 ઓક્ટોબરે ઇસરોએ ચંદ્રયાન-2 ના ઓર્બિટરે હાઇ રિઝોલ્યુશન કેમેરા સાથે લીધેલી તસ્વીર જાહેર કરી હતી. આ હાઇ રિઝોલ્યુશન કેમેરાએ ચંદ્ર સપાટીની તસ્વીર લીધી હતી. આ તસ્વીરમાં, ચંદ્રની સપાટી પર નાના-મોટા ખાડાઓ દેખાઈ રહ્યા છે.

આ પહેલા ઇસરોએ સ્પષ્ટ કરી દીધું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, તેમના મિશનમાં માત્ર 2 ટકા જ ખોટ આવી હતી, બાકી 98 ટકા મિશન સફળ રહ્યું છે. એના જ આધાર પર જ ઈસરોના ચીફ ડો. કે. સિવને લોકોને આ વાતની જાણકારી આપી હતી.

ત્યારે ઈસરોના ચીફ ડો. કે. સિવને કહ્યું હતું કે એનઆરસીની સંપૂર્ણ તપાસ બાદ તેઓ તેમના ઓર્બિટરથી મળેલા તમામ ડેટા અને ફોટોગ્રાફ્સ લોકો સામે જાહેર કરશે. સમીક્ષા સમિતિ એનઆરસી હજી પણ ચંદ્રયાન -2 ના વિક્રમ લેન્ડરના ખરાબ લેન્ડિંગના આંકડા અને ફોટોગ્રાફ્સ તપાસવાનું કામ કરી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.