ખબર

11 મહિનાની છોકરીએ ઢીંગલીને જોઈને જે કર્યું કામ, ડોક્ટરોએ પણ કરી સલામ

દરેક બાળક માટે તેનું રમકડું મહત્ત્વનું હોય છે, પરંતુ કેટલી હદ સુધી? શું તેનું રમકડું નિર્દોષ બાળક માટે ઉપચાર તરીકે કામ આવી શકે છે? આ વાત સાથે સંબંધિત એક કેસ સામે આવ્યો છે. લોકનાયક હોસ્પિટલમાં 11 મહિનાની બાળકીના બંને પગના ફ્રેક્ચરની સારવાર માટે, ડોકટરોએ તેની ઢીંગલીને પણ દાખલ કરી હતી. ડોકટરોએ બાળકીની જેમ ઢીંગલીના પગ પર પ્લાસ્ટર લગાવ્યું હતું અને એને પણ એ જ રીતે રાખી હતી જે રીતે એ બાળકીને રાખી હતી.

Image Source

વાત એમ છે કે 11 મહિનાની ઝિક્રા મલિક 17 ઓગસ્ટે દિલ્હી ગેટ પરના તેના ઘરે બેડ પરથી પડી ગઈ હતી. જેના કારણે તેના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. માતા-પિતા ઝિક્રાને લઈને હોસ્પિટલમાં દોડી ગયા હતા. ડોકટરોએ કહ્યું કે બે અઠવાડિયા સુધી બાળકના હાડકાંને જોડવા માટે, પગને સળિયા સાથે જોડીને ઉપરની તરફ લટકાવવા પડશે. માતાપિતા સારવાર માટે સહમત થયા. પરંતુ, ખૂબ જ નાની હોવાને કારણે, બાળકી સારવાર દરમિયાન ઘણી વ્યાકુળ થઇ રહી હતી અને ડોકટરોને હાથ પણ લગાવવા દેતી નહોતી.

Image Source

સાથે જ તીવ્ર પીડાને કારણે તે ખૂબ રડતી હતી અને જેવું ડોકટરો તેને ઇન્જેક્શન આપવા લાગ્યા તો તે વધુ વ્યાકુળ થવા લાગી. આવી સ્થિતિમાં સારવાર કરવી મુશ્કેલ હતી. તેના બાળકની આ સ્થિતિ જોઇને તેની માતાએ ડોકટરને કહ્યું કે તેની પાસે એક ઢીંગલી છે જે તે હંમેશા તેની પાસે રાખે છે અને તેને દૂધ પિવડાવ્યા પછી જ તે દૂધ પીવે છે. આ જાણ્યા પછી, ડોકટરોએ તેની માતાને ઢીંગલી લાવવા કહ્યું. દરેકને જોઈને આશ્ચર્ય થયું કે ઢીંગલી આવતાની સાથે જ છોકરીએ હલ્યા વિના પોતાની સારવાર કરાવી.

ડોકટરોએ નક્કી કર્યું કે પ્લાસ્ટર લગાવતા પહેલા બાળકીની ઢીંગલીની સારવાર કરવી પડશે. તેનાથી તેના મનનો ભય દૂર થશે. અને આવું જ બન્યું. ડોકટરોએ ઘરેથી ઝિક્રાની ઢીંગલી મંગાવી અને ઝિક્રાના બેડ પર જ એ જ પોઝિશનમાં ઢીંગલીના પગ બાંધ્યા જે રીતે ઝિક્રાના ઈલાજ માટે બાંધવાના હતા. ઢીંગલીને એ હાલતમાં જોઈને ઝિક્રાએ પણ તેના પગ પર પ્લાસ્ટર કરાવડાવ્યું.

Image Source

આ પછી સ્થિતિ એવી થઇ કે જ્યારે ડોકટરોએ ઝિક્રાને દવા આપવાની હોય તો પહેલા તેઓએ ઢીંગલીને દવા આપવાનું ઢોંગ કરવું પડતું હતું. એ પછી જ ઝિક્રા દવા લેતી. પોતાની ઢીંગલીના ઈલાજ બાદ જ પોતાની સારવાર કરાવનાર 11 મહિનાની ઝિક્રાની હાલત પહેલા કરતાં વધુ સારી છે. ઝિકરા અને તેની ઢીંગલીને મંગળવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Image Source

બાળકીની સાથે જ ઢીંગલીનો ઈલાજ કરવાના કારણે ઝિક્રા આખા હોસ્પિટલમાં ઢીંગલીવાળી બાળકીના નામથી ચર્ચિત થઇ ગઈ. તેની માતા ફરીને જણાવ્યું કે ઝિક્રા હંમેશા ચાલ્યા જ કરતી હોય છે, એને પાંચ મિનિટ પણ એક જગ્યા પર બેસાડી રાખવી મુશ્કેલ હતી, ત્યારે હોસ્પિટલમાં પહેલા દિવસે તે સૂવા તૈયાર નહોતી. તેની ઢીંગલી તેને જયારે તે 2 મહિનાની હતી, ત્યારે તેની નાનીએ આપી હતી, અને ત્યારથી જ તેને ઢીંગલી સાથે લાગણી બંધાઈ ગઈ છે. એટલે તે એની સાથે જ ઊંઘે-ઉઠે ખાય-પીએ છે.

Image Source

ઝિક્રા આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. 11 મહિનાની ઝિક્રા, જે હજુ જાતે બોલી નથી શકતી કે ન પોતાની ભાવના વ્યક્ત કરી શકતી, એને પોતાની ઢીંગલી પ્રત્યે એટલો પ્રેમ છે કે એ તેના વિના સારવાર પણ કરાવી રહી નહોતી. તેની મા તેની પ્રિય ઢીંગલી લાવી એ પછી તેને રડયા વિના પોતાની સારવાર કરાવી. આ જોઈને ડોક્ટરોની સાથે બીજા દર્દીઓ પણ દંગ રહી ગયા. આ મામલે ડોક્ટરોએ પણ કહ્યું કે બાળકોનો લગાવ અલગ હોય છે, તેમને નકલ કરવાની આદત હોય છે. ડોક્ટરોએ જયારે ઢીંગલી પર પ્લાસ્ટર લગાવ્યું તો ઝિક્રાએ પણ સરળતાથી પ્લાસ્ટર કરાવી લીધું.

Image Source

હોસ્પિટલનો માહોલ જોઈને બાળક ડરી જાય છે અને વિચલિત થઇ જાય છે અને સારવાર કરવામાં તકલીફ ઉભી કરે છે. એવામાં ઝિક્રાનો કેસ કોઈ અભ્યાસથી ઓછો નથી કે જ્યાં બાળકોની સાઈકોલોજિકલ અને આ રીતે થેરપી દ્વારા વધુ સારી રીતે ઈલાજ કરી શકાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.