આપણે બધા જ જાણીએ છીએ કે પ્લાસ્ટિકથી પર્યાવરણને ખૂબ જ નુકશાન થાય છે અને તેમ છતાં આપણે બધા જ પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે રોજ કેટલોય પ્લાસ્ટિકનો કચરો થાય છે, જેને રસ્તા પરથી ઉઠાવવામાં આવે છે. આ પ્લાસ્ટિકના કચરાનો નાશ કરવો સૌથી અઘરું કામ હોય છે. કેટલાક ગરીબ લોકો આ પ્લાસ્ટિક રસ્તા પરથી ઉઠાવીને તેને વેચીને પૈસા કમાય છે. પણ તેમ છતાં તેમને સારું ભોજન નસીબ નથી હોતું.

ત્યારે પ્લાસ્ટિકના પુનઃ પ્રયોગ માટે દેશના છતીસગઢ રાજ્યમાં અંબિકાપુરમાં દેશના સૌથી પહેલા ગાર્બેજ કેફેની શરૂઆત કરવામાં આવી છે. આ કેફે અંતર્ગત નગર પાલિકા શહેરના ગરીબ લોકોને પ્લાસ્ટિકના બદલે ભોજન કરાવશે. આ અભિયાન અંતર્ગત કોઈ પણ રસ્તા પર પડેલા કચરામાંથી એક કિલો પ્લાસ્ટિક કેરી બેગ લાવશે તો તેમને મફત ભોજન કરાવવામાં આવશે અને અડધો કિલો પ્લાસ્ટિક લાવવા પર ભરપેટ નાસ્તો કરાવવામાં આવશે.

ઇન્દોર પછી, અંબિકાપુર દેશમાં બીજું સ્વચ્છ શહેર છે. નગર પાલિકા દ્વારા ભેગા કરવામાં આવેલા પ્લાસ્ટિકનો ઉપયોગ રોડ બનાવવામાં કરવામાં આવશે. શહેરના મેયરે જણાવ્યા અનુસાર, આ નવું કેફે શહેરના મુખ્ય બસસ્ટેન્ડ પરથી ચલાવવામાં આવશે. માહિતી અનુસાર, આ કેફે 1 ઓગસ્ટથી કાર્યરત થશે. આ માટે નગર પાલિકાએ રજૂ કરેલા બજેટમાં સાડા પાંચ લાખ રૂપિયાઈ જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે જ જો જરૂર પડશે તો આ યોજના માટે લોકપ્રતિનિધિઓ મદદ પણ લેવામાં આવશે.

નગર પાલિકા ભોજન આપવાની સાથે જ શહેરના 100 બેઘર લોકોને રહેવાની જગ્યા પુરી પાડવા વિશે પણ પ્લાન કરી રહી છે. માહિતી અનુસાર, અત્યર સુધીમાં કોઈ પણ નગર પાલિકામાં આ વ્યવસ્થા નથી. આંકડાઓ અનુસાર, અંબિકાપુરમાં 100થી વધુ બેઘર લોકો છે.

અંબિકાપુરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને એક રોડ બનાવવામાં આવ્યો છે. ૮ લાખ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીને પ્રશાસને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પહેલો રોડ બનાવી દીધો છે. તેમના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક અને આસ્ફાલ્ટથી બનેલો રોડ લાંબો ટકે છે, કારણ કે પાણીમાં આ રસ્તા પરથી સરીને જતું રહે છે, અને રસ્તો ખરાબ થતો નથી.

આ અભિયાન હેઠળ નગર પાલિકા ગરીબોને સંપૂર્ણપણે મફતમાં ભોજન કરાવશે. આ અભિયાનનો હેતુ સ્વચ્છતા અભિયાન સાથે પણ જોડાયેલો છે. માહિતી અનુસાર, નગરપાલિકાએ શહેરમાં પ્લાસ્ટિકની બેગ વાપરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks