ખબર

આ શહેરમાં પ્લાઝમા થેરાપીના દર્દીનું થયું પ્રથમ મોત, આખું શહેર ફફડી ગયું- વાંચો સમગ્ર મામલો

મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દી પર પ્લાઝમા થેરાપીનો પહેલો પ્રયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાના રોગી પર આ ઉપચાર પદ્ધતિથી પ્રયોગ સફળનો દાવો કર્યા હતો. પરંતુ બુધવારે કોરોના સંક્રમિતની મોત હોવાની જાણકારી સામે આવી છે.

Image Source

હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દીને મોડેથી સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેને કોરોનાને કારણે ન્યુમોનિયા થઇ જતા પરિણામે તેની સ્થિતિ વધુ વણસી હતી.

53 વર્ષીય એક દર્દીને 25 એપ્રિલથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની પુષ્ટિ થઇ હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ટ્રાયલ પ્લાઝમા થેરાપીની અનુમતિ બાદ આ પ્લાઝ્મા ચઢાવવામાં આવ્યું હતું.

Image source

હોસ્પિટલના સીઈઓ ડો.વી.વી.રવિશંકરે જણાવ્યું હતું કે, દર્દીને 200 એમએલ પ્લાઝ્માં આપવામાં આવ્યો હતો. તેને વધુ પ્લાઝ્મા આપવામાં આવનાર હતા, પરંતુ તેની હાલત કથળી હોવાથી આ કરી શકાયું નહીં.

જણાવી દઈએ કે, દર્દીના મૃત્યુ પછી પ્લાઝ્મા ઉપચાર પર શંકાના વાદળ છે. ડોકટરો કહે છે કે પ્લાઝ્મા થેરાપી હજી સુધી માનક સારવાર નથી, તેથી તેને ટ્રાયલ તરીકે ગણવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.