ખબર

સારા સમાચાર! કોરોનાના જંગમાં આ દેશને મળી મોટી સફળતા, વેક્સીનનો હવે માણસ પર..જાણો વિગત

કોરોનાની મહામારી વચ્ચે ઘણા દેશો દ્વારા વેક્સીન શોધવામાં આવી રહી છે.કોરોના વાયરસના ઈલાજ માટે બ્રિટન અને જર્મનીમાં આજથી માણસ પર વેકેસીનની ટ્રાયલ કરવાનું શરૂ કર્યું છે. દુનિયામાં આ સમયે આ રસી બનાવવાની 150 યોજના ચાલી રહી છે. પરંતુ જર્મની અને બ્રિટન દુનિયાના એવા 5 દેશોમાં શામેલ છે જેને ક્લિનિકલ ટ્રાયલ કરવાની છુટ મળી છે.

Image source

આરએનએ વૈકસીનને જર્મન કંપની બાયોનટેક અને અમેરિકી કંપની પીફિઝર સાથે મળીને તૈયાર કરી છે. આ વેકેસીનનું 200 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. તો બ્રિટેન ઓફ્સફોર્ડ યુનિવર્સીટી 510 લોકો પર પરીક્ષણ કરશે. જે લોકો પર આ વેકેસીન તૈયાર કરવામાં આવશે તેની ઉંમર 18 વર્ષથી 55 વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ વેકેસીન પરથી ખબર પડશે કે, આ વેકેસીનને આ વાયરસને ખતમ કરવામાં કેટલા કારગત નીવડે છે તે આવનારો સમય વિતાવશે.

Image source

આ વેકેસીનના ખરાબ પરિણામની અલગ પરીક્ષણ કરવામાં આવશે. બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોક કહે છે કે કોરોના વાયરસ સામે લડવાનો એકમાત્ર અસરકારક રસી રસી છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજને રસી પરીક્ષણ માટે 25 મિલિયન ડોલરની રકમ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઓક્સફોર્ડ સંશોધન નિયામક પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે રસી સફળ થવાની સંભાવના આશરે 80 ટકા હોવાનું અંદાજવામાં આવ્યું છે. યુકે તેની રસીની શોધમાં દરેક વસ્તુ ફેંકી દેવા માટે તૈયાર છે. પરંતુ એક અહેવાલ મુજબ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને યુકેના વાઇરોલોજિસ્ટ પણ તેનાથી ચિંતિત છે.

Image source

વૈજ્ઞાનિકોને ડર છે કે જો આમાં કંઈપણ ખોટું થાય છે તો હજારો લાખો લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. લેબની સલામતીને લઈને પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિકોએ સલાહકાર સર પેટ્રિક વાઇલન્સ પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે.

Image Source

જર્મનીની બાયોટેક કંપની બાયો એન ટેકએ કોવિડ-19 ની રસી બનાવી છે. બાયો એન ટેક, યુએસ ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર સાથે મળીને આ રસી બનાવી છે. જેને બીએનટી 162 નામ આપવામાં આવ્યું છે. જર્મની પછી, યુ.એસ. માં પણ તેનો પ્રયાસ થવાની સંભાવના છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.