ખબર

કોરોનાના હાહાકાર વચ્ચે ભારતમાં આવી નવી ખતરનાક બીમારી, અહીં નોંધાયો પહેલો કેસ… 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો

અમેરિકા અને યુરોપિયન દેશોમાં બાળકોને બીમાર કરતી એક રહસ્યમય બીમારી હવે ભારતમાં પણ આવી ગઈ છે. કોરોના વાયરસ સાથે સંકળાયેલ આ રહસ્યમય રોગને કારણે ઘણા બાળકો મૃત્યુ પણ પામ્યા છે. જયારે હજી સેંકડોની સારવાર ચાલી રહી છે.

ચેન્નઈનો એક આઠ વર્ષનો છોકરો કોરોનો વાયરસ સાથે સંકળાયેલ હાઈપર-ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી અસરગ્રસ્ત છે. ભારતમાં આ સિન્ડ્રોમનો આ પહેલો કેસ બની ગયો છે. આ સિન્ડ્રોમના કારણે મહત્વપૂર્ણ અંગો સહિત આખા શરીરમાં સોજો આવે છે, જે શરીરના ઘણા મહત્વપૂર્ણ અવયવોને અસર કરે છે અને જીવ માટે જોખમી બને છે.

બાળક ચેન્નઈની કાંચી કામકોટિ ચાઇલ્ડ્સ ટ્રસ્ટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. બાળકના શરીરમાં ટોક્સિક શોક સિન્ડ્રોમ અને કાવાસાકી રોગના લક્ષણો મળી આવ્યા હતા.

Image Source

ટોક્સિક શોક સિન્ડ્રોમ એટલે શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થવા અને આખા શરીરમાં ફેલાઈ જવા. જેની અસર શરીરના અનેક મહત્વપૂર્ણ અંગો પર પડે છે. એકસાથે ઘણા અંગો કામ કરવાનું બંધ કરી શકે છે. બાળકને જીવનો ખતરો રહે છે.

પ્રારંભિક તપાસમાં બાળકની અંદર સેપ્ટિક શોક ન્યુમોનિયા, કોવિડ -19 પેનુમોનિટીસ, કાવાસાકી રોગ અને ટોક્સિક શોક સિન્ડ્રોમના લક્ષણ મળ્યાં હતાં. જો કે, કોરોના સહિત બાળકમાં જોવા મળતા હાયપર-ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ કેટલીક દવાઓ (ઇમ્યુનોગ્લોબ્યુલિન અને ટોસીલીજુમ્બેબ) ની મદદથી ઠીક કરી દેવામાં આવ્યો હતો.

Image Source

હોસ્પિટલ મુજબ, પીડિત બાળકની સઘન સંભાળ રાખવામાં આવી હતી અને બે અઠવાડિયા પછી તે સ્વસ્થ થઈ ગયો હતો. વિશ્વમાં આ રોગની અસર વિશે વાત કરીએ, તો લંડનમાં, એપ્રિલના મધ્યમાં, દસ દિવસમાં આઠ બાળકોને આ બીમારી થઇ. તાજેતરમાં અમેરિકામાં ઘણા બાળકોમાં તેની પુષ્ટિ થઈ છે. ન્યૂયોર્કમાં, આ બીમારીથી 3 બાળકોનાં મોત થયાં છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર, આ બીમારી સામાન્ય રીતે પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકો અને કિશોરોમાં વધારે થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ વિશ્વભરના નિષ્ણાતોનું એક જૂથ બનાવ્યું છે, જે આ વાતના પુરાવા આપવા માટે તપાસ શરુ કરી શકે છે કે શું કોવિડ -19 આ વય જૂથમાં બહુવિધ અંગ નિષ્ફળતાનું કારણ બની શકે છે.

Image Source

શું છે કાવાસાકી બીમારી?
કાવાસાકી બીમારી શરીરની રક્તવાહિની સાથે જોડાયેલી બીમારી છે, જેમાં રક્તવાહિનીઓની દિવાલોમાં સોજો આવે છે અને આ સોજો હૃદય સુધી લોહી વહન કરતી ધમનીઓને નબળી પાડે છે. ગંભીર સ્થિતિમાં હાર્ટ ફેલ્યર અથવા હાર્ટ એટેકની સંભાવના પણ હોય છે. તાવ સાથે ત્વચા પર ફોલ્લીઓ, હાથ અને ગળામાં સોજો અને લાલ આંખો આના લક્ષણોમાં સમાવેશ થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.