ખબર

રાજકોટના આ તાલિકામાં નોંધાયો કોરોનાનો કેસ, કોઈએ વિચાર્યું પણ ના હોય

સમગ્ર રાજ્યના 33 જિલ્લામાં કોરોનાએ ભરડો લઇ લીધો છે. હવે કોરોનાની સંક્ર્મણ ગામડા તરફ પણ વધી રહ્યું છે. રાજકોટના જિલ્લાના એક એવા ગામમાં કોરોનાના કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Image source

રાજકોટના ઉપલેટામાં મુંબઈથી આવેલા 38 વર્ષ યુવાનના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટામાં પ્રથમ પોઝિટિવ કેસ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે.

આ યુવક 12 તરીકે રાતે 8 વાગ્યે મુંબઈથી ઉપલેટા પરિવારના બે સભ્યો સાથે આવ્યો હતો. કોલકી રોડ પર આવેલ મનદીપ ઓઇલ મીલ સામેના વિસ્તારની શાંતિવન સોસાયટીમાં આવ્યો હતો આ યુવાન. યુવાન પોતાના મામાના ઘરે આવ્યો હતો.

Image source

ઉપલેટામાં કેસ આવતા રાજકોટ CDHO સહીતનો મેડિકલ સ્ટાફ મોડીરાત્રે ઉપલેટા પહોંચી ગયો હતો. રિપોર્ટ આવ્યા બાદ યુવાન સહિત પરિવારના 8 સભ્યોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Image source

જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9592 કોરોના કેસમાંથી 43 દર્દી વેન્ટિલેટર પર છે અને 5210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 124709 ટેસ્ટ થયા જેમાંથી 9592 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.