રાજકોટ જિલ્લામાં ઉપલેટા બાદ આ તાલુકામાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ

0

હાલ રાજયમાં કોરોના કેસમાં વધારો થતો જાય છે. રાજ્યમાં કોરોનના આંકડો 9932 પહોંચી ગયો છે. કોરોના કારણે 606 લોકોના મોત નિપજ્યા છે.

Image Source

એક સમયે ગ્રીન ઝોન તરફ પ્રયાણ કરતું રાજકોટ ફરી એકવાર કોરોનાની ઝપેટે ચડયું છે. રાજકોટમાં કોરોનાના અત્યર સુધીમાં 78 કેસ સામે આવ્યા છે, જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 51 લોકો સારવાર બાદ સાજા થયા છે. હાલ 25 એક્ટિવ કેસ છે.

Image source

ગઈ કાલે રાજકોટના ઉપલેટામાં એક કેસ નોંધાયો હતો. તો આ બાદ આજે ફરી એકવાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ કેસ નોંધાયા છે. ધોરાજીમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. ત્યાં પ્રથમ કેસ નોંધાયો છે. એક પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં પ્રથમ કેસ નોંધાતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

Image Source

નડીયા કોલોની વિસ્તારમાં રહેતા એક 43 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ પોલીસ, મામલતદાર સહિત આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.