લગ્નની પહેલી વર્ષ ગાંઠ ઉપર જ પતિની અનોખી ભેટ, વાજતે ગાજતે લઇ આવ્યો બીજી પત્ની, કારણ જાણીને તમારા હોશ ઉડી જશે

આપણા દેશમાં લગ્ન એ ખુબ જ પ્રવિત્ર બંધન માનવામાં આવે છે, એવું પણ કહેવાય છે કે લગ્ન એ એક જન્મનું નહિ પરંતુ સાત જન્મનું બંધન છે, પરંતુ હાલના સમયમાં ઘણા એવા કિસ્સા સામે આવે છે જેમાં એક જન્મ તો દૂર થોડા વર્ષો પણ પતિ પત્ની સાથે સારી રીતે નથી રહી શકતા અને અલગ થઇ જતા હોય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે.

પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને સોશિયલ મીડિયામાં અને સ્થાનિકોમાં તહેલકો મચાવી દીધો છે. આ ઘટના જાણીને તમે પણ તમારું માથું પકડી લેશો. લગ્નની પહેલી વર્ષગાંઠ પર પતિએ પત્નીને આપી એવી ભેટ, જેને જોઈને તેની દુનિયા હલી ગઈ. વર્ષગાંઠ નિમિત્તે પતિએ પત્નીને ભેટ સ્વરૂપે સોતન આપી. હકીકતમાં લગ્નની વર્ષગાંઠ ઉપર જ  પતિએ બીજી વાર લગ્ન કર્યા છે.

આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના શિવપુરીમાંથી. આ ઘટના બાદ બુધવારે પ્રથમ પત્ની ફરિયાદ લખવા એસપી ઓફિસ પહોંચી હતી. પ્રથમ પત્નીએ પોલીસને જણાવ્યું કે પતિએ તેની સાથે પ્રેમના નામે સંબંધો બાંધ્યા હતા. બાદમાં તેણે લગ્નમાંથી પીછેહઠ કરી હતી, ત્યારબાદ તેણે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પછી તેના પતિએ તેની સાથે લગ્ન કર્યા.

પીડિત મહિલાનું કહેવું છે કે તેને 10 જૂન 2021ના રોજ બીપી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા  અને હવે 10 જૂન 2022ના રોજ બીપીએ બીજા લગ્ન કર્યા છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. આ દરમિયાન તેને ચિકનપૉક્સની બીમારી હતી. આ વાતનો લાભ લઈને તેના પતિના પરિવારે ફરીથી લગ્ન કરાવી દીધા.

જયારે પહેલી પત્નીએ આ લગ્નનો વિરોધ કર્યો ત્યારે તેના પતિએ તેને ખૂબ માર માર્યો અને તેને ઘરની બહાર પણ કાઢી મૂકી. પીડિતાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે વર્ષ 2018માં બીપીના લગ્નનું માંગુ તેના માટે આવ્યું હતું પરંતુ બીપીના પિતાએ દહેજ વધારે માંગતા સંબંધની વાત આગળ ચાલી નહોતી.

જેના થોડા સમય બાદ જ બીપી પીડિતાને ફોન કરીને તેની સાથે જ લગ્ન કરવા છે તેમ જણાવવા લાગ્યો અને તે તેની વાતોમાં પણ આવી ગઈ. જેના બાદ તે અભ્યાસના નામ ઉપર શિવપુરીમાં એક ભાડાનો રૂમ રાખીને રહેવા લાગ્યો. જ્યાં પીડિતાને બોલાવી તેને લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે સંબંધો પણ બંધાતો હતો. જયારે 2019માં બીપીએ લગ્ન માટે ના પાડી દીધી ત્યારે પીડિતાએ રેપ કેસની ફરિયાદ લખાવી જેના બાદ બીપીએ મજબૂરીમાં 10 જૂન 2021ના રોજ તેની સાથે લગ્ન કરી લીધા અને હવે લગ્નના બરાબર 1 વર્ષ બાદ તે બીજી પત્ની પણ લઇ આવ્યો.

Niraj Patel