જન્મદિવસે પાર્ટીમાં થયું કંઈક એવું જેના લીધે મિત્રએ જ કરી ગોળી મારીને કરી હત્યા, જાણો સમગ્ર મામલો

તમારો દીકરો કે દીકરી જન્મદિવસ મનાવવા જતા હોય તો આ કિસ્સો દરેક માં-બાપ જરૂર વાંચે…

જો કોઈની જન્મદિવસની પાર્ટી હોય અને ચહેરા પર કેક ન હોય તો તે અધૂરું લાગે છે. પરંતુ આવો સનસનીખેજ કિસ્સો પંજાબના અમૃતસરથી સામે આવ્યો છે જ્યાં જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. કારણ કેકની એલર્જી હતી, કારણ કે કેક મોઢા પર લાગી અને ફાયરિંગ થવા લાગ્યું.

આ ચોંકાવનારી ઘટના અમૃતસરના મજીથા રોડ પર આવેલી હોટલમાં બુધવારે સાંજે બની હતી. જ્યાં 18-20 મિત્રો ભેગા મળીની તેમના મિત્રનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. આ દરમિયાન મોઢા ઉપર કેક લગાવાની બાબતે વિવાદ શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે કેટલાકએ ગોળીબાર કર્યો. આ દરમિયાન ફાયરિંગમાં બે યુવકોના મોત થયા હતા.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને યુવાનોને કેડી હોસ્પિટલમાં દાખલ કર્યા. પરંતુ થોડા સમય પછી બંનેનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહો કબજે કર્યા હતા અને મૃતકોની ઓળખ મનીષ શર્મા અને વિક્રમજીત તરીકે થઈ હતી જે તરનતારનના રહેવાસી છે.

પૂછતાછ દરમ્યાન પોલીસની સામે આવ્યું અને હોટેલના સ્ટાફે જણાવ્યું કે બુધવારે સાંજે 5 વાગ્યે 20 જેટલા યુવાનો હોટલમાં આવ્યા હતા. જ્યાં તરુણપ્રીત નામના યુવકના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન તરુણના કેટલાક મિત્રો જન્મદિવસની કેક લઈને પહોંચ્યા અને એકબીજાને કેક લગાવવાનું શરૂ કર્યું હતું.

મિત્રોએ આ કેક તરુણપ્રીતના ચહેરા પર લગાવવાનું શરૂ કર્યું તો તેણે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ પછી મિત્રોએ તેને દબાણ કર્યું. આ પછી તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. આ દરમિયાન કેટલાક લોકોએ ગાળો બોલતા પિસ્તોલ બહાર નીકળી અને હવામાં ફાયરિંગ શરૂ કર્યું. પણ આ ગોળી મનીષ અને વિક્રમજીતને વાગી. પાર્ટીમાં આવેલા તમામ યુવકોની પોલીસે ધરપકડ કરી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસ હોટલની અંદર અને બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર પણ કરી રહી છે.

Patel Meet