ચાલુ ટ્રેનમાં RPF જવાને કર્યો અંધાધૂંધ ગોળીબાર, 3 પેસેન્જરને મારી ગોળી- ASI સહિત 4 લોકોના થયા મોત

મુંબઇમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ, એક પોલિસકર્મી સહિત 4 લોકોના મોત- આરોપીની થઇ ધરપકડ

RPF constable opens fire on Jaipur-Mumbai train : દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હોવાની ખબર છે. આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી. ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની ? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ થયો હતો. ફાયરિંગની આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.

ચાલુ ટ્રેનમાં RPFના જવાને કર્યુ ફાયરિંગ
આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ છે. આ કેસમાં ચેતન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફાયરિંગ ટ્રેનના B-5 કોચમાં થયું હતું. મળતી માહિતી મુજબ આરોપી ચેતન સિંહે તેના સાથી એએસઆઈ ટીકારામ પર ફાયરિંગ કર્યું હતું. બોરીવલી સ્ટેશન પર ટ્રેન આવ્યા બાદ ત્રણ મુસાફરોના મોતની માહિતી પણ સામે આવી. આ ઘટનાને કારણે વેસ્ટર્ન લાઇન પરની લોકલ ટ્રેન પણ 10 થી 15 મિનિટ મોડી દોડી. પકડાયેલ આરોપી પોલીસકર્મી એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો.

આરોપી

એક પોલિસકર્મી સહિત 4 લોકોના મોત
જો કે, ઘટના બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તે પછી જે મુસાફરોના મોત થયા છે તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું કે આરોપી આરપીએફ જવાન બોરીવલી સ્ટેશન પર અધવચ્ચે નીચે ઉતર્યો હતો. જોકે બાદમાં તે ઝડપાઈ ગયો હતો. હવે જીઆરપી આ મામલાની તપાસમાં લાગેલી છે. DCP પશ્ચિમ રેલવે, મુંબઈના સંદીપ વીએ ‘આજતક’ સાથે વાત કરતા કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી.

મૃતક પોલિસકર્મી

આરોપીને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો
પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે જો તેની માનસિક સ્થિતિ સારી ન હતી તો તેને ફરજ પર કેમ મુકવામાં આવ્યો ? પશ્ચિમ રેલવેએ આ અંગે નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી, એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી અને દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો. જો કે, આરોપીને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina