ખબર

આ વર્ષે દિવાળી ઉપર નહિ ફોડી શકાય ફટાકડા, આ કારણે લીધો આ રાજ્યની સરકારે મહત્વનો નિર્ણય

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દરેક દિવાળી ઉપર લોકો ફટાકડા ફોડી અને આતીશબાજી કરતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે ઉત્સવોનો રંગ પણ જાણે ચાલ્યો ગયો હોય તેમ લાગે છે. અને આ બધા વચ્ચે જ રાજસ્થાન સરકારે આ વર્ષે દિવાળી ઉપર ફટાકડા ના ફોડવાની જાહેરાત કરી દીધી છે.

Image Source

કોરોના સમીક્ષા બેઠક દરમિયાન સીએમ અશોક ગહલોતે ફટાકડાના વેચાણ અને આતીશબાજી ઉપર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ફટાકડાંમાંથી નીકળવા વાળા ઝેરી ધુમાડાથી કોરોના સંક્રમિત લોકોને થવા વાળી તકલીફના કારણે આ રોક લગાવવામાં આવી છે.

Image Source

સીએમ ગહલોતે પ્રદેશમાં ફટાકડાના વેચાણ અને આતીશબાજી ઉપર રોક લગાવવાની સાથે ફિટનેસ વગરના ધુમાડો કાઢવા વાળા વાહનો ઉપર પણ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સીએમે કહ્યું કે કોરોના મહામારીના આ ચુનૌતીપુર્ણ સમયમાં પ્રદેશવાસીઓના જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરી છે.

Image Source

સીએમ ગહલોતે રવિવારના રોજ કોરોના સાથે “નો માસ્ક, નો એન્ટ્રી” અને “શુદ્ધ કે લિએ યુદ્ધ” અભિયાનની સમીક્ષા કરી, તેમને કહ્યું કે આતીશબાજીમાંથી નિકળતો ધુમાડ઼ો કોરોનાના દર્દીઓની સાથે હૃદય તથા શ્વાસના રોગિઓ માટે નુકશાન કારક છે. દિવાળીમાં લોકો આતીશબાજીથી બચે. તેમને ફટાકડાના વેચાણના સ્થાયી લાયસન્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે લગ્ન તથા અન્ય સમારોહમાં પણ ફટાકડા અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવામાં આવશે.