દિવાળીની રાત્રે લક્ઝુરિયસ કાર લઈને રોડ ઉપર નીકળ્યા નબીરાઓ, ચાલુ ગાડીમાંથી જ હવામાં ફોડ્યા ધડાધડ ફટાકડા, પછી પોલીસે કરી એવી હાલત કે.. જુઓ

અમદાવાદની જેમ આ શહેરમાં પણ ગાડી ઉપર સ્કાય શોટ્સનું બોક્સ રાખીને હવામાં ફોડ્યા ફટાકડા, વીડિયો વાયરલ થતા જ પોલીસે ભણાવ્યો પાઠ

દિવાળીની રાત્રે દેશભરમાં આતીશબાજી થતી જોવા મળી હતી, નાના મોટા સૌ લોકોએ ફટાકડાનો ભરપૂર આનંદ માણ્યો, ત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કેટલાક લોકોએ અજીબો ગરીબ હરકતો પણ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે ત્રણ યુવકોએ એવું કામ કર્યું કે હવે તેમને જેલની હવા ખાવી પડશે.

ગુરુગ્રામના સિકંદરપુર વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોએ દિવાળીની રાત્રે ગુરુગ્રામના DLF ફેસ 3 વિસ્તારમાં ચાલતા વાહન પર સ્કાય શોટ ફટાકડાનો ડબ્બો મૂક્યો અને પછી ગુરુગામના રસ્તાઓ ઉપર ફટાકડા ફોડતા નીકળી ગયા. જે સમયે આ ફટાકડા ચાલુ ગાડીએ રાખીને ફૂટી રહ્યા હતા ત્યારે તેમનો એક મિત્ર પાછળની ગાડીમાંથી વીડિયો બનાવી રહ્યો હતો.

આ વીડિયોને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો. ACP પ્રીત પાલ સાંગવાને જણાવ્યું કે, ત્રણેયે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ વીડિયો ક્રિષ્ના દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે પોતાની BMW કારમાં બેસીને હ્યુન્ડાઈ વર્ના કારનો પીછો કરી રહ્યો હતો.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થતા જ વાયરલ થઈ ગયો હતો અને માત્ર 4 દિવસમાં આ વીડિયોને 10 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. આ વિડિયોની જાતે નોંધ લેતા, ગુરુગ્રામ પોલીસે આ કેસમાં કાર ચાલક વિરુદ્ધ CrPC 188, IPC 279 અને IPC 336 હેઠળ કેસ નોંધ્યો છે, સિકંદરપુરના ત્રણ યુવકો, 22 વર્ષીય ક્રિષ્ના, 26 વર્ષીય મુકુલ અને 27 વિરુદ્ધ -વર્ષીય જતીન ઝડપાઇ ગયા છે. આ સાથે, ગુરુગ્રામ પોલીસે આ ત્રણેય પાસેથી બંને વાહનો પણ કબજે કર્યા છે, જેમાંથી એક વાહન ફટાકડાના બોક્સ સાથે હંકારી રહ્યું હતું અને બીજું વાહન જેમાં તેનો પાર્ટનર વીડિયો બનાવી રહ્યો હતો.

Niraj Patel