આ યુટ્યૂબરે તો ભારે કરી ભાઈ, લાખો રૂપિયાની કારમાં લગાવ્યા અધધધ હજાર ફટાકડા, પછી લગાડી આગ અને જોવા મળ્યો એવો નજારો કે… જુઓ વીડિયો

ફટાકડા ફોડવાનો આવો શોખ ક્યારેય નહિ જોયો હોય, સ્વીફ્ટ કાર ઉપર હજારો ફટાકડા લગાવીને ફોડ્યા, પછી કારની જે હાલત થઇ તે… જુઓ વીડિયો

દિવાળીનો તહેવાર એક એવો તહેવાર છે જેમાં આખા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળતો હોય છે. ઠેર ઠેર રંગબેરંગી ફટાકડા જોવા મળતા હોય છે અને ઘણા લોકો ફટાકડા સાથે ઘણા બધા એક્સ્પીરિમેન્ટ પણ કરતા હોય છે. કોઈ બોટલમાં ફટાકડો ફોડે છે તો કોઈ પોદળામાં કે ડબ્બામાં, પરંતુ આવું કરવું ઘણીવાર જોખમકારક પણ માનવામાં આવે છે, ત્યારે હાલ એક યુટ્યૂબરે એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને લોકોની આંખો પણ ચાર થઇ ગઈ.

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા લોકો શું શું કરે છે ? એક યુટ્યૂબરે તો ત્યારે હદ કરી નાખી જ્યારે હજારો ફટાકડા ચોંટાડીને સ્વિફ્ટ કારને આગ લગાડી દીધી. આ ઘટનાનો વીડિયો દિવાળી પહેલાનો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બનાવનાર આ યુટ્યુબર ખૂબ જ પ્રખ્યાત છે, જેનું નામ અમિત શર્મા છે.

અમિત પોતાની ચેનલ પર અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવવા માટે ખૂબ ફેમસ થઈ ગયો છે. તેણે હાલમાં જ એક એવો વીડિયો રેકોર્ડ કર્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. દિવાળીના અવસર પર આ યુટ્યુબરે ફટાકડા ફોડીને પોતાની કારને ઉડાવી દીધી હતી. વીડિયોમાં તમે જોશો કે આ દરમિયાન તેની કાર પર હજારો ફટાકડા ફૂટી રહ્યાં છે. ઘણા એંગલથી કેમેરા સેટ કરીને આ વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

વીડિયોમાં તમે જોયું કે ટેપની મદદથી કારની ટોચ પર ફટાકડા ચોંટાડવામાં આવ્યા હતા. અમિત અને તેના મિત્રોએ કારની ઉપર હજારો ફટાકડા બાંધ્યા હતા અને કારની બારીઓ પર ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાર પર સતત ફટાકડા ફોડવામાં આવે છે, જેના કારણે તે ફુટી જાય છે. અમિત શર્માએ આ વિડીયો દિવાળી પહેલા તેની “Crazy XYZ” ચેનલ પર પોસ્ટ કર્યો હતો, જેને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel